Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમેરીકાના સરકારી તંત્રમાં તાળાબંધીને આજે ૩૦મો દિવસ છે અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ડાકાના લાભાર્થીઓ માટે તેની મુદ્દત ત્રણ વર્ષ લંબાવવા કરેલી જાહેરાતને ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ માન્ય રાખી ન હતીઃ ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના પરિવારના સભ્યોએ સીક્રેટ સર્વીસના એજન્ટોને જાતે પીઝા ખવડાવ્યા અને તાળાબંધીનો જલ્દીથી અંત લાવવા કરેલો અનુરોધઃ રાજકીય નેતાઓ પોતાનો અંગત સ્વાર્થ ત્યજીને જનહિતાર્થે કાર્ય કરે એવું સર્વે અત્રેના રહીશો ઇચ્છી રહ્યા છે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાની વર્ષની વયે પોતાના પરિવારના સભ્યો સાથે અમેરીકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવીને અત્રે સ્થાયી થયેલા છે તેવા નવયુવાનો અને યુવા માટે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૨ના વર્ષ દરમ્યાન ડાકા નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો જે દ્વારા આવા લોકોને દેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી મુકિત મળતી હતી અને તે પ્રોગ્રામને અંગ્રેજીમાં ફીફર્ડ એલ્સન ફોર ચાઇલ્ડહૂડ એરાયવલ્સ એન્ડ ટેમ્પરરી પ્રોટેકટેડ સ્ટેટસના નામથી ઓળખાય છે તેને વધુ ત્રણ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરેલ છે પરંતુ તેની સાથે સાથે તેમણે સરહદોની સુરક્ષા માટે અગાઉ પ.૭ બીલીયન ડોલરની દિવાલ બાંધવા માટેના થનાર ખર્ચની રકમ મંજુર કરવા રજુઆત કરી હતી પરંતુ ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓએ આવા પ્રકારની રજુઆતને માન્ય રાખવાનો ઇન્કાર કરી દીધો હતો.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદોની સુરક્ષા માટે દિવાલ બાંધવા અંગે કોંગ્રેસ પાસે પ.૭ બીલીયન ડોલરની માંગણી કરી હતી પરંતુ તે મંજૂર ન થતા ગયા માસની ૨૨મી તારીખેથી તેમણે પોતાની સરકારના કેટલાંક અગત્યના ખાતાઓમાં તાળાબંધી જાહેર કરી હતી અને તે પ્રક્રિયાને આજે ૩૦મો દિવસ છે. સરકારી તંત્રમાં તાળાબંધી દૂર થાય અને જે તે ખાતાઓ કાર્ય કરતા થાય તે માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ હાઉસના ડેમોક્રેટીક પક્ષના દિવાલ બાંધવા અંગે પ.૭ બીલીયન ડોલર જેટલી માતબર રકમ મંજુર કરતા નથી અને મંત્રણાઓ ભાંગી પડી હતી.

તેમણે જાન્યુઆરી માસની ૧૯મી તારીખને શનિવારે વ્હાઇટ હાઉસમાંથી ચુંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કરતા એક નવીન પ્રપોઝલ તેમની સમક્ષ રજુ કરી હતી અને ડાકાના પ્રોગ્રામને વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવશે અને તે દ્વારા આ પ્રોગ્રામનો લાભ લેનાર યુવાન ભાઇઓ તથા બહેનોને સારો એવો લાભ મળશે એવું તેમણે જણાવ્યું હતું. પરંતુ ચુંટાયેલા ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના નેતાઓએ તેને માન્ય રાખ્યુ ન હતું અને તેમણે પ્રથમ જે તાળાબંધી હાલમાં ચાલુ છે તેનો અંત લાવી ચર્ચાના ટેબલ પર દિવાલ અંગેના નાણાંની જોગવાઇ અંગે વાતચીત થઇ શકે.

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશે પણ પોતાના માટે જે સીક્રેટ સર્વીસ એજન્ટના ભાઇ-બહેનો ફરજ બજાવે છે તેઓના મો પીઝાનો ઓર્ડર કરી પોતે તે લઇ આવીને તઓને પીરસ્યા હતા તથા સરકારી તંત્રમાં જે ખાતાઓમાં હાલમાં તાળાબંધી ચાલે છે તેનો સુખદ ઉકેલ લાવી તે કાર્યવંત બને તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. ભૂતપૂર્વ પ્રમુખની આવા પ્રકારની લાગણીની શી અસર થશે તે તે આવનારો સમય જ કહેશે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે યોજના રજુ કરેલ છે તે અંગે સેનેટના રીપબ્લીકન પાર્ટીના નેતા મીચ મેકનલે જણાવ્યું છે કે તે આવતા અઠવાડીયે સેનેટના ફલોર પર મતદાન માટે રજુ કરશે અને તે દ્વારા સરકારી ખાતાઓમાં હાલમાં જે તાળાબંધી છે તેનો પણ અંત આવે અને તમામ ખાતાઓ કાર્યવંત બને તેવા અમારા પ્રયાસો રહેશે. પરંતુ સેનેટના રીપબ્લીકન પાર્ટીના કેટલાક સેનેટરો પોતાના નેતાની આવી કાર્યવાહીથી હીચકીચાટ અનુભવી રહ્યા હોય તેવું જાણવા મળે છે. આવતા મંગળવારે કદાચ સેનેટના ફલોર પર આ અંગે ચર્ચા થશે અને ત્યારબાદ મતદાન થાય તો નવાઇની વાત નથી. સેનેટમાં કોઇપણ બીલ પસાર કરવા માટે ૬૦ જેટલા સેનેટરોના મતોની જરૂરત રહે છે અને હાલમાં રીપબ્લીકન પાર્ટીના ફકત પ૧ જેટલા જ સેનેટરો છે અને તેમણે બીજા ૯ ડેમોક્રેટીક પાર્ટીના સેનેટરોના મતોની જરૂરત રહેશે. આ કેટલે અંશે શકય બની રહેશે તે અંગે હાલમાં કંઇપણ કહી શકાય તેમ નથી.

કેન્દ્ર સરકારના ૨પ જેટલા ખાતાઓમાં તાળાબંધી છે અને તેના કારણમાં જાણવા મળે છે તેમ સરહદોની સુરક્ષા માટે ૨૦૦ માઇલ જેટલી નવી દિવાલો બાંધવા માટે પ.૭ બીલીયન જેટલા ડોલરોની મંજુરીની પ્રમુખને જરૂરત છે અને તેને તે ન મળતા ગયા માસની ૨૨મી તારીખથી લગભગ ૨પ ટકા સરકારી ખાતાઓમાં તાળાબંધી છે અને આ હેવાલ લખાઇ રહ્યો છે ત્યારે તેનો ૩૦મો દિવસ છે.

મોટાભાગના અમેરીકનો રાજકીય પક્ષોના નેતાઓ આસપાસની રમત બંધ કરીને પ્રજા હિતને ધ્યાનમાં રાખીને પોતાની સ્વાર્થી રમતો બંધ કરે એવું ઇચ્છી રહ્યા છે. શું રાજકીય નેતાઓની શાન ઠેેકાણે આવશે અને તાળાબંધી દૂર થાય તે દિશામાં બન્ને પાર્ટીના નેતાઓ કાર્ય કરશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.

(6:30 pm IST)
  • જેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST

  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST