Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પાકિસ્તાન યુએનની ટીમની જમાત-ઉદ -દાવા અને હાફિઝ સઇદની સીધી તપાસ કરતા અટકાવશે

પાકિસ્તાન નાખશે રોડા :સીધી રીતે તપાસ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે

નવી દિલ્હી :સયુંકત રાષ્ટ્ર સંઘની ટીમને જમાત ઉદ દાવા અને આતંકી હાફિઝ સઈદ અંગે સીધી તપાસ કરતા પાકિસ્તાન અટકાવશે આતંકવાદી સંગઠન હાફિઝ સઈદ અંગે પાકિસ્તાને કરેલા દાવાને પારખવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ટીમ પાકિસ્તાન જવાની છે.ત્યારે ટીમને પાકિસ્તાનમાં સીધી રીતે હાફિઝ સઈદ કે જમાત-ઉદ-દાવાની તપાસ કરવાની મંજૂરી અપાશે નહીં   પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું કે યુએન સુરક્ષા પરિષદની ટીમનો પ્રવાસ પાકિસ્તાનને દબાવવા નથી. યુએનની ટીમ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોની સાથે જોડાયેલી માહિતી અંગે ચર્ચા કરવા આવી રહી છે. યુએનની ટીમ જેયૂડી કે હાફિઝ સઈદ અંગે સીધી તપાસ કરવાની માગ કરશે. તો તેમને તપાસ કરતા રોકવામાં આવશે.

(11:54 pm IST)