Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ફિલ્મોના પાત્રોની જેમ વેશ બદલવામાં ખુબ માહિર છે

અમદાવાદ-મુંબઈ પ્રોજેક્ટનો મુદ્દો પણ છવાશે : થોડાક દિવસમાં જ સંપૂર્ણ લુકઆઉટ બદલવામાં સક્ષમ હતો : ઘણા વર્ષો સુધી છુપાઇ રહેવામાં સફળ રહ્યો હતો

અમદાવાદ, તા. ૨૨ : શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટમાં સામેલ રહેલો કુખ્યાત અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે કાસીમ ઝડપાઈ ગયા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ૧૬ ડિસેમ્બર ફિલ્મમાં ગુલશન ગ્રોવર જેમ પોતાનો વેશ બદલી લેતો હતો તે જ પ્રકારે ફિલ્મના પાત્રોની જેમ વેશ બદલવામાં અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકિર માહિર હતો. આટલા વર્ષો સુધી તે છુપાઇ રહેવામાં અને બચવામાં સફળ રહ્યો તેનું સૌથી મોટું કારણ જ આ છે કે, તે વેશપલટામાં જોરદાર પાવરધો હતો. થોડાક જ દિવસોમાં તે પોતાનો સંપૂર્ણ લુકઆઉટ બદલી શકતો હતો અને જેથી કોઇની નજરે તે ઓળખાતો નહી. આ સિવાય તે હિન્દી, અંગ્રેજી સહિતની જુદી જુદી ભાષાઓ પણ જાણે છે, જેના કારણે તેને અત્યાર સુધીમાં છુપાઇ રહેવામાં મદદ મળી. તૌકિર ઇન્ડિયન મુજાહિદ્દીનના આઇડિયોલોજી આંતકી તરીકે વધુ જાણીતો છે તે નવા આંતકવાદીઓને ટ્રેનીંગ આપતો હતો. અગાઉ તે નેપાળ મારફતે પાકિસ્તાન પણ ગયો હતો.

(7:25 pm IST)