Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કેરળ રેપ કેસઃ દારૂડિયા પિતાએ માત્ર ૩૦૦ રૂપિયામાં પોતાની દીકરીને નરાધમોને ભાડે આપી

કોચી તા. ૨૨ : કેરળમા સગીર સાથે થયેલા બળાત્કારના મામલે શનિવારે સ્પેશિયલ ટીમે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ જે માહિતી સામે આવી તે ચોંકાવનારી છે. સગીર બાળકીના પિતા દારૂ પીવાની આદત ધરાવતા હતા. આ મામલે અન્ય ૬ આરોપીઓની મદદ કરવાના આરોપમાં પિતાની ધરપકડ કરવામાં આવે છે. સમગ્ર કેસની પૂછપરછમાં સામે આવ્યું કે, સગીર બાળકીના પિતાએ જ પહેલા મુખ્ય આરોપી અથીરાને પોતાની દીકરીને લઈ જવા કહ્યું હતું. પિતાને તેના બદલામાં રૂપિયા મળ્યા હતા. જે રૂપિયાથી તેણે દારૂ ખરીદ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, મુખ્ય આરોપી અથીરા બાળકીને પહેલા પોતાના ઘરે લઈ ગયો હતો, અને બાદમાં અનેક જગ્યાઓએ લઈ ગયો હતો. ત્યારે તેને તેના પિતાના ઈરાદાઓ વિશે માલૂમ હતું. ઉલ્લેખનીય છે કે, બુધવારે ૧૭ જાન્યુઆરીના રોજ ૧૫ વર્ષની બાળકી પર બળાત્કારનો શિકાર બનાવવામાં આવ્યો હતો. બે પોલીસ કર્મચારીઓ સહિત છ લોકોએ મળીને બાળકી સાથે રેપ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, પિતાએ માત્ર ૩૦૦ રૂપિયા માટે દીકરીને ભાડા પર લઈ જવા દીધી હતી. જે રૂપિયાથી તેણે દારૂ ખરીદ્યો હતો.

(3:53 pm IST)