Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કર્ણાટકના કૂવામાંથી ટીપુ સુલતાનના જમાનાના ૧૦૦ થી વધુ રોકેટ મળ્યાં

બેંગ્લોર તા. રર : કર્ણાટકના પુરાતત્વવિદિોને અઢારમાં સદીના યુધ્ધમાં વપરાતા રોકેટના અવશેષો મળ્યા છે. શિમોગા જિલ્લામાં આવેલા એક કુવામાંથી ગારમાટી કાઢતી વખતે આ રોકેટ મળી આવ્યા હતા. નિષ્ણાંતોનું બહેવું છેકે આ રોકેટ અગ્રેજોની સામે મૈસુરના યુધ્ધ દરમ્યાન વાપરવામાં આવ્યા હતા. ખાસ બે રોકેટ ટીપ સુલતાનના શાસન વખતેબન્યા હતા, જે ઘણી એડ્વાન્સ્ડ ટેકનોલોજીવાળા લાગે છે અત્યાર સુધી માત્ર પાંચ જ રોકેટના નમુનાનું અસ્તિત્વ હોવાનું મનાતું હતું, જેમાંથી ત્રણ બેગ્લોરના સરકારી મ્યુઝિયમમાં અને બે બ્રિટનના રોયલ શાસ્ત્રગારમાં રખાયા છે. શિમોગા જિલ્લાના શિવપ્પા નાયબ પેલેસના મ્યુઝિમના અધિકારીઓનું કહેવું છેકે બે મહિના પહેલા આ અવશોષો મળ્યા હતા, જે કોઇ શેલ જેવા લાગતા હતા. ઇતિહાસકાર ડો.એમ.એમ. સિધ્ધનાગુંદારે એને રોકેટ તરીકે ઓળખાવ્યા હતા આ રોકેટ ૭૦૦ વર્ષ પહેલા યુધ્ધમાં વપરાયા હતા.

(3:46 pm IST)