Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ હસવું એ શું છે ?

- આપણને કતૂહલ થાય છે કે આ હાસ્યભાવ એ તમારી અંદર રહેલું સર્વાધિક પ્રભાવશાળી તત્ત્વ છે. ભેંસ કયારેક નહી હસતી અને ધ્યાન રાખજો, જો કોઇ મુસ્કુરાતી (હસતી) ભેંસ સાથેતમારૃં મિલન થઇ ગયું તો તમે પાગલ થઇ જશો. પછી તમારે સામાન્ય સ્થિતિમાં આવવું, નોર્મલ થવું ખૂબ અઘરૃં થઇ જશે, કોઇ પશુ  હસતું નથી કારણ કે હસવા માટે અત્યંત તીવ્ર અને સંવેનશીલ બુધ્ધિની જરૂર હોય છે જેના વડે તમે કોઇ ખાસ પરિસ્થિતિમાં જે હાસ્ય સર્જાય છે તેને જોઇ શકો સમજી શકો.

-જીસસ કદી હસ્યા નથી, બુધ્ધ કદી હસ્યા નથી. લાઓત્સે હસ્યાનું જાણવામાં  નથી આવ્યું. આ બધાંગંભીર વ્યકિતઓ હતા અને ગંભીર કાર્યમાં સંલગ્ન હતા.

જ્યારે તમે હૃદયથી હસતા હો છો ત્યારે મન ઠપ્પ થઇ જાય છે, કારણ કે મન હસી જ નથી શકતું. એની રચના જ બહુ ગંભીર પ્રકતિની છે, એનું કામ છે દુઃખી, રૂગ્ણ, ઉદાસ અને ગંભીર રહેવું. જયારે તમે દિલ ખોલીને હસો છો ત્યારે તે હાસ્ય મનમાંથી નથી આવતું, મનની પારથી આવે છે. તમારા અંતરાત્માંથી આવે છે.

કોઇ આપણું નથી કે નથી કોઇ પરાયું.

જો બધા છે તો પરમાત્માના છે.

જો બધામાં કોઇ છે તો પરમાત્મા છે.

મારા ને તમારાનો આખો ખેલ મનનો છે.

અને મન સંસાર બનાવે છ.ે

-હું ભૂતકાળનું પોષણ કરવા અહીં નથી આવ્યો. ભુતકાળ તો ગયો. મરી ગયો. સમાપ્ત થઇ ગયો.

હું તમને ભવિષ્યની દૃષ્ટિ આપી રહ્યો છે.

ભૂતકાળમાં કાયમ એવું કહેવાયું છે કે આસકિત ખરાબ છે.

હું તમને કહું છું: ના કારણ કે આસકિતમાં જ પ્રેમ છુપાયો છે. આસકિતને શુધ્ધ કરવાની છે ત્યાગવાની નથી. અને પછી પ્રાર્થનામાં જ પરમાત્મા છુપાયો છ.ે

પછી પ્રાર્થનાને વધુ નિખારવાની છે નિખારતા જ રહેવાનું છે. આવી રીતે ધર્મ એક જીવનની અદ્દભુત કળા થઇ જાય છે. વિકાસનું એક વિજ્ઞાન થઇ જાય છે.

- સમયની ધારા બદલાઇ જાય છે. ક્ષણમાત્રમાં કોણ જાણે શું યે બની જાય છે હમણાં જ ક્ષણમાં જ બધું બગડી જાય તેમ બને. આ જીવન હરહંમેશ ચાલવાનું નથી. કયારેક રસ્તો જુદો પડી જાય, કયાં જુદો પડી જાય. કંઇ ખબર નથી. હમણા છે ને હમણા નથી. ધ્યાનથી સમ્યકતા આવે.

-અન્ય બધી જ ક્રાંતિઓ નિષ્ફળ થઇ ગઇ. રાજનૈતિક ક્રાંતિ, સામાજિક, પરંતુ માણસ બદલાયો નહીં. માણસ એવો ને એવો જ રહ્યો. હવે એક જ સંભાવના અને આશા છે ભવિષ્યમાં કે શિક્ષણમાં ક્રાંતિ આવે, 'રવિોલ્યુશન ઇન એજયુકેશન' તો મનુષ્યનું મૂળમાથી રૂપાંતરણ થઇ શકે; એક નવા મનયુષ્યોનો જન્મ થઇ શકે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:20 am IST)