Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

હવે મમતા બેનર્જી પણ એક્શન મોડમાં:શરદ પાવર સાથે વાતચીત: પીએમ ખેડૂત સન્માન નિધિનું ફંડ માટે માંગણી

હવે મમતા અને શરદ પવાર અન્ય વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી શકે: કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રણનીતિ બનાવવા પર રણનીતિ ઘડાશે

કોલકતા : હવે મમતા બેનર્જી પણ એક્શન મોડમાં આવ્યા છે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લખેલા એક પત્રમાં મમતાએ આરોપ લગાવ્યો છે કે, પીએમ ખેડૂત સન્માન નિધિનું ફંડ અત્યાર સુધી તેમના રાજ્યને મળ્યું નથી. મમતાએ પહેલા પણ કેન્દ્ર સરકારની યોજનાને રાજ્યના માધ્યમથી લાગું કરવાની વાત કરી હતી.

મમતાએ પોતાના પત્રમાં ફરીથી રિપિટ કર્યું છે કે, કેન્દ્ર રાજ્યોને ઝડપીમાં ઝડપી ફંડ આપે, જેનાથી ખેડૂતો સુધી તે રાશિ પહોંચાડવામાં આવી શકે. જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં આ યોજના લાગુ થાય છે તો લગભગ 70 લાખથી વધારે ખેડૂતોને આનો ફાયદો થશે.

પવાર સાથે વાત, બાકી નેતાઓ સાથે થશે મુલાકાત

પશ્ચિમ બંગાળમાં બીજેપીની હલચલ પછી હવે મમતા બેનર્જીએ અન્ય વિપક્ષી નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. મમતાએ દિગ્ગજ નેતા અને એનસીપી ચીફ શરદ પવાર સાથે વાત કરી છે. એનસીપી પ્રવક્તા નવાબ મલિકે મીડિયાને જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે.

મમતાએ શરદ પવારને કહ્યું કે, બીજેપી સરકાર પશ્ચિમ બંગાળમાં પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરી રહી છે. રાજ્યને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે. આ વાતચીત દરમિયાન મમતાએ પશ્ચિમ બંગાળના 3 આઈપીએસ અધિકારીઓન દિલ્હી બોલાવવાનો ઉલ્લેખ પણ કર્યો અને કહ્યું કે, આ એકદમ ખોટું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ વાતચીત પછી હવે મમતા અને શરદ પવાર અન્ય વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરી શકે છે. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ રણનીતિ બનાવવા પર વિચાર કરવામાં આવી શકે છે. સાથે જ જરૂરત પડવા પર શરદ પવાર પોતે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી શકે છે. જોકે, અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી કે, બેઠક ક્યારે થશે અને તેમાં ક્યા-ક્યા નેતા સામેલ થશે.

(12:17 am IST)