Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આવતા વર્ષમાં બિહારમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે : તેજસ્વી યાદવનું મોટું નિવેદન

પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જીતેલા- હારેલા તમામ ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહયા

પટના :બિહાર વિધનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની સમીક્ષા કરવા માટે આરજેડીએ સોમવારે સમીક્ષા બેઠક બોલાવી હતી. પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકની અંદર તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ સહિતના જીતેલા ને હારેલા તમામ ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો ઉસપ્થિત રહયા હતા. આ અવસર ઉપપર તેજસ્વી યાદવે મોટા ભવિષ્યવાણી કરી દીધી છે કે આવતા વર્ષે એટલે કે 2021ના વર્ષમાં બિહારમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ યયોજાશે.

તેજસ્વી યાદવે પાર્ટીના સમીક્ષા બેઠકમાં કહ્યું કે આજે પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. જેની અંદર અંદર ચૂંટણી સિવાય ખેડૂત આંદોલનને કઇ રીતે મજબૂત થાય તે વિષય ઉપર પણ ચર્ચા કરવામાં આવી. સલાથએ જ તેજસ્વી યાદવે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર ઉપર મંથન કરતા કહ્યું કે સામેવાળા સાથે લડવું સરળ છે, પરંતુ અંદરો અંદર વાર કરનાર લોકો સામે લડવું મુશ્કેલ છે. ઘણી વખત જેને ટિકિટ નથી મળતી તેવા લોકો ઇચ્છે છે કે તેમની જગ્યાએ ઉભેલો ઉમેદવાર હારી જાય તો આવતી વખતે તેને ફરીથી ટિકિટ મળશે.

આરજેડીના ખાતામાં 144 સીટો આવી છે તો આરજેડીના 144 ઉમેદવાર હોય, પરંતુ અહીં તો બધા લોકોને ચૂંટણી લડવી છે. સાથે જ તેજસ્વીએ કહ્યું કે આ વખતે પાર્ટીએ ઘણા સીટીંગ ઉમેદવારોની ટિકિટ કાપી છે. તેજસ્વીએ નેતાઓને કહ્યું કે જ્યારે કોઇ નિર્ણય લે છે તો તેનું સન્માન કરવું જોઇએ. અંદરો અંદર લડવાથી કોઇને ફાયદો થશે નહીં. તેમણે પ્રદેશ અધ્યક્ષને કહ્યું કે આવા લોકો ઉપર એક્શન લેવાવી જોઇએ.

(11:13 pm IST)