Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમેરિકામાં નાગરિકોને મળશે રોજના 6000 રૂપિયા : સરકારે જાહેર કર્યું મોટું રાહત પેકેજ

લગભગ 72 લાખ કરોડ રૂપિયા જેટલી રકમનું રાહત પેકેજ જાહેર : કામદારો, વેપારીઓ અને અન્ય જરૂરિયાતવાળા લોકોને મદદ કરાશે : જો બાયડન પણ આ પેકેજના સમર્થનમાં

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે વિશ્વના ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થાની હાલત કથળી ચૂકી છે. અમેરિકા ની સંસદ ગૃહ દ્વારા આ મહામારીથી પ્રભાવિત થયેલા લોકો માટે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. તેઓએ લગભગ 900 અબજ ડોલર એટલે કે લગભગ 72 લાખ કરોડ રૂપિયા જેટલી રકમનું રાહત પેકેજ જાહેર કર્યું છેઓ, તેનો ઉપયોગ કામદારો, વેપારીઓ અને અન્ય જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે.

આ પેકેજ અંતર્ગત દર અઠવાડિયે બેરોજગારોને $ 300 એટલે કે અંદાજે 22000 રૂપિયાની સહાય અને જરૂરિયાત વાળા વર્ગને દર અઠવાડિયે  $ 600 એટલે કે 44000 રૂપિયાની સહાય આપવામાં આવશે. નવી જોગવાઈઓ હેઠળ વ્યવસાયો, શાળાઓ અને આરોગ્ય સેવાઓને સૌથી મદદ કરવામાં આવશે. 

નવી જોગવાઈઓ હેઠળ વ્યવસાયો, શાળાઓ અને આરોગ્ય સેવાઓને સૌથી વધુ પ્રભાવિત થશે. આ રાહત પેકેજ અંગે લાંબી ચર્ચા ચાલી હતી. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને કોરોના વાયરસ રોગચાળાથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને અર્થવ્યવસ્થાને વેગ આપવાના હેતુથી આ પેકેજના અમલના પક્ષમાં હતા.

અમેરિકા ના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન 20મી જાન્યુઆરીએ 46 મા યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ દરમિયાન, બાયડને પણ સત્તા સંભાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે એક મહિનામાં અમે બધુ બરાબર કરવાનું શરૂ કરીશું. બાયડને પણ કોરોના રિલીફ પેકેજને અમેરિકન લોકો માટે રાહત લાવનારું કહ્યું હતું 

(10:53 pm IST)