Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કોરોના વેક્સિનમાં ભૂંડના જિલેટીનનો ઉપયોગ !! ઈસ્લામિક લો-રસીને મંજૂરી આપશે? મુસ્લિમ દેશોમાં ઉઠ્યા પ્રશ્ન : જબરી ચર્ચા

ઈન્ડોનેશિયાના રાજદ્વારી અને ઈસ્લામિક ધર્મગુરૂ કોરોના વેક્સિન પર ચર્ચા કરવા માટે ચીન પહોંચ્યા હતા

નવી દિલ્હી : કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે ત્યારે કેટલાક મુસ્લિમ દેશોએ વેક્સિન પર પ્રશ્ન ઉભા કર્યા છે. આ ઈસ્લામિક દેશોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું ઈસ્લામિક લો-કોવિડ-19 વેક્સિનના ઉપયોગની મંજૂરી આપશે?

 આ ચર્ચા પાછળ વેક્સિનની મેન્યૂફેક્ચરિંગ પ્રોસેસ છે. વેક્સિનને સ્ટેબલાઈઝ કરવા માટે ભૂંડ (પોર્ક)માંથી નિકળતા જિલેટિનનો ઉપયોગ થાય છે. જે દ્વારા સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં વેક્સિનની સેફ્ટી અને ઈફેક્ટિવનેસ બનેલી રહે છે.

 ન્યૂઝ એજન્સી APના રિપોર્ટ અનુસાર, હવે આ વાત ઈસ્લામિક દેશોને ખટકી રહી છે. તેમનું કહેવું છે કે, ઈસ્લામમાં પોર્ક અને તેનાથી બનેલી બધી જ ચીજ પ્રતિબંધિત છે. તે હરામ માનવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વેક્સિન પણ ઈસ્લામિક લો અનુસાર હરામ છે.

 

મુસ્લિમ વસ્તી ધરાવતું ઈન્ડોનેશિયામાં વેક્સિનમાં પોર્કના ઉપયોગને લઈને સૌથી વધારે ચિંતા છે. ઈન્ડોનેશિયા સરકારે હલાલ સર્ટિફિકેશન પછી જ કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ તે છે કે, કંપનીઓને સ્પષ્ટ કરવું પડશે કે, વેક્સિન તૈયાર કરવામાં પોર્ક જિલેટિનનો યૂઝ કરવામાં આવ્યો નથી.

 

કેટલીક કંપનીઓએ પોર્ક-ફ્રી એટલે ભૂંડના જિલેટિનનો ઉપયોગ કર્યા વગર વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાનો કાયદેસર નોટિસ રજૂ કરીને જણાવ્યું છે કે, તેમની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કંપનીઓનું કહેવું છે કે, વેક્સિનનો ઉપયોગ બધા જ લોકો કરી શકે છે.

 

અસલમાં આવી રીતની ચર્ચા ઓક્ટોબરમાં જ શરૂ થઈ ગઈ હતી. જ્યારે ઈન્ડોનેશિયાના રાજદ્વારી અને ઈસ્લામિક ધર્મગુરૂ કોરોના વેક્સિન પર ચર્ચા કરવા માટે ચીન પહોંચ્યા હતા. આ ગ્રુપ ઈન્ડોનેશિયાની જનતા માટે વેક્સિનની ડીલ ફાઈનલ કરવાની ઈચ્છાથી પહોંચ્યું હતું. અહીં વેક્સિન તૈયાર કરવાની રીતની જાણકારી મળ્યા પછી ધર્મગુરૂઓએ તેના પર પ્રશ્ન ઉભા કરવાનું શરૂ કરી દીધું.

 

બ્રિટિશ ઈસ્લામિક મેડિકલ એસોશિએશનના જનરલ સેક્રેટરી ડો. સલમાન વકારનું કહેવું છે કે, યહૂદીઓ અને મુસ્લિમો ઉપરાંત અન્ય ધાર્મિક સમુદાયોમાં વેક્સિનના ઉપયોગને લઈને મૂંઝવણ બનેલી છે. તેમનામાં ભૂંડના માંસથી બનેલી પ્રોડક્ટ્સના ઉપયોગને ધાર્મિક રીતે અપવિત્ર માનવામાં આવે છે.

સિડની યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડો. હરનૂર રાશિદનું કહેવું છે કે,જિલેટિનના ઉપયોગથી બનેલી વેક્સિન પર સામાન્ય સહમતિ બની ચૂકી છે. આ ઈસ્લામિક કાનૂન હેઠળ સ્વીકાર્ય છે. જો વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં, તો લોકોને ખુબ જ નુકશાન થશે.

ઈઝરાઇલના રબ્બાની સંગઠન ઝોહરના અધ્યક્ષ રબ્બી ડેવિડ સ્ટેવ વેક્સિન લગાવવાના પક્ષમાં છે. તેમનું કહેવું છે કે, યહૂદી કાનૂનમાં ભૂંડનુ માંસ ખાવુ અથવા તેનો ઉપયોગ ત્યારે જ કરી શકાય છે, જ્યારે તેના વગર કામ ના ચાલી શકે. (તેનો અર્થ અંતમાં જીવ બચાવવા માટે અન્ય કોઈ રસ્તો ના હોય ત્યારે) જો આને કોઈ બિમારને ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવી રહ્યો છે તો આને ખાધું ગણી શકાય નહીં, તો તે વાંધાજનક નથી. આમાં કોઈ જ સમસ્યા નથી.

(9:33 pm IST)