Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

પાણી પહેલા પાળ બાંધશે સરકાર : આ વર્ષે ડુંગળીનો બફર સ્ટોક 50 ટકા વધારીને 1,50 લાખ ટન કરાશે

વર્ષ 2020માં ડુંગળીનો બફર 1 લાખ ટનનો હતો જે ઉંચા ભાવોને નિયંત્રણમાં રાખવા ટૂંકા પડ્યો હતો

નવી દિલ્હી: સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ડુંગળીના ભાવને કાબૂમાં લેવામાં મુશ્કેલ સમયનો સામનો કર્યા પછી, સરકાર વધતા જતા ભાવને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે ડુંગળીના બફર સ્ટોકનું કદ 50 ટકા વધારીને 1.50 લાખ ટન કરવાની યોજના ધરાવે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.,

અધિકારીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2020માં ડુંગળીનો બફર 1 લાખ ટનનો હતો જે ઉંચા ભાવોને નિયંત્રણમાં રાખવા ટૂંકા પડ્યો હતો." "અમને આગામી વર્ષે બફર સ્ટોકમાં વધુ ડુંગળીની જરૂર છે.

ઉપરાંત, આ બફર સ્ટોક રવી પાકમાંથી બનાવવામાં આવશે જેનો આવરદા લાંબી હોય છે. આ વર્ષ ભેજની સમસ્યાને કારણે બફર સ્ટોકમાં આશરે 40,000 ટન જેટલી ડુંગળીનું નુકસાન થાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) એપ્રિલથી રવિ ડુંગળીના પાકની ખરીદી શરૂ કરશે.

મુખ્ય બજારોમાં ડુંગળી હાલમાં 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે, જ્યારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 75 રૂપિયાના ભાવે વેચાઇ હતી, તો કેટલાક બજારોમાં પ્રતિ કિલો 100 રૂપિયાના ભાવે પણ વેચાઇ હતી એવુ વેપારીઓએ જણાવ્યું હતું.

ભાવમાં તેજીનું કારણ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીના ખરીફ પાકને નુકસાન થયું હતું.

કૃષિ મંત્રાલયના આંકડા મુજબ, 2019-20માં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 261 લાખ ટન થયું હતું.

(9:04 pm IST)