Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કાલથી મહારાષ્ટ્રના તમામ 26 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રી કફ્ર્યુ: 5 જાન્યુઆરી સુધી અમલ

મહારાષ્ટ્રમાં યુરોપ અને મિડલ ઈસ્ટથી આવતા લોકોએ 14 ફરજિયાત કોરોન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે: અન્ય દેશોમાંથી આવતા લોકોએ પણ હોમ કોરોન્ટાઈન થવું ફરજિયાત

મુંબઈ :કોરોના વાયરસના સંક્રમણ અને આગામી નાતાલ અને નવા વર્ષને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે મહારાષ્ટ્રના તમામ 26 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 2021 સુધી રાત્રે 11થી સવારે 6 કલાક સુધી નાઈટ કર્ફ્યુ રહેશે

 .  આ સિવાય મહારાષ્ટ્રમાં યુરોપ અને મિડલ ઈસ્ટથી આવતા લોકોએ 14 ફરજિયાત કોરોન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. આ સિવાય અન્ય દેશોમાંથી આવતા લોકોએ પણ હોમ કોરોન્ટાઈન થવું ફરજિયાત રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે. ભારત સહિત અંદાજે 12 જેટલા દેશોએ બ્રિટન સાથેની હવાઈ સેવાને સ્થગિત કરી દીધી છે. તેવામાં મહારાષ્ટ્ર સરકારે નાતાલ અને ન્યૂ યરને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. 

(7:30 pm IST)