Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

FIA ના ઉપક્રમે વીએફએસ ગ્લોબલ સાથે ભારત સરકારે કરેલા કરાર વિષે સમજૂતી આપતા લાઈવ પ્રોગ્રામનું આયોજન કરાયું : કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલે પાસપોર્ટ , વિઝા , તથા ઓસીઆઈ કાર્ડ અંગે કરાયેલા કરાર વિષે સમજૂતી આપી : પ્રશ્નોના જવાબો આપ્યા : ઝુમના માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં 200 ઉપરાંત લોકો જોડાયા : TVAsia દ્વારા કરાયેલા લાઈવ પ્રસારણને 5 હજાર ઉપરાંત લોકોએ નિહાળ્યું

ન્યુયોર્ક : ફેડરેશન ઓફ ઇન્ડિયા ( FIA ) ટ્રીસ્ટેટ  ન્યુયોર્ક ,ન્યુજર્સી એન્ડ કનેક્ટીકટ  ના ઉપક્રમે તાજેતરમાં 7 ડિસેમ્બરના રોજ ટાઉન હોલ ઓફ ઇન્ડિયા ખાતે વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. FIA દ્વારા સૌપ્રથમવાર કરાયેલા આ પ્રકારના આયોજન અંતર્ગત વીએફએસ ગ્લોબલ સાથે ભારત સરકારે કરેલા કરાર મુજબ ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI  ) વિઝા અંગે માહિતી આપવામાં આવી હતી.

વીએફએસ ગ્લોબલ સાથેનો આ કરાર 4 નવેમ્બરથી અમલી બનાવાયો છે.
આ પ્રસંગે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ,ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુઘ્ન સિંહા, તથા પાસપોર્ટ એન્ડ વિઝા ડિવિઝનના કોન્સ્યુલ શ્રી મુરૂગેસન રામાસ્વામી હાજર રહ્યા હતા.

વર્ચ્યુઅલ કોન્ફરન્સના પ્રથમ તબક્કે કોન્સ્યુલ જનરલ શ્રી જયસ્વાલે આ અગાઉની કંપની તથા હાલની વીએફએસ ગ્લોબલને સોંપાયેલા કરારના અમલીકરણ અંગે સમજણ આપી હતી.તથા વર્તમાન કોવિદ -19 સંજોગોમાં પાસપોર્ટ ,વિઝા ,ઓસીઆઈ કાર્ડ ,ના નિયમો અંગે માહિતી આપી હતી.જયારે બીજા તબક્કામાં આ વિષે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઝુમના માધ્યમથી 200 ઉપરાંત લોકો જોડાયા હતા તથા 5 હજાર ઉપરાંત લોકોએ ટીવી એશિયાના માધ્યમથી પ્રસારિત  કરાયેલા લાઈવ બ્રોડકાસ્ટિંગનો લાભ લીધો હતો.

કોન્સ્યુલ જનરલે આ અંગે માહિતી માટે દૂતાવાસની વેબસાઇટનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો.તથા વર્તમાન સંજોગોમાં 10 વર્ષને બદલે 5 વર્ષ માટેના ટુરિસ્ટ વિઝા અમલી હોવાનું જણાવ્યું હતું.તથા કોન્ફરન્સમાં પાસપોર્ટ વિઝા , ઓસીઆઈ કાર્ડ વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી . કાર્યક્રમનું પ્રસારણ સુશ્રી ભાર્ગવી કુલકર્ણીએ કર્યું હતું. જે માટે એફઆઇએ ચેરમેન શ્રી અંકુર વૈદ્યં ,તથા પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલ ,સેક્રેટરી શ્રી પ્રવીણ બંસલ ,તથા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી આલોકકુમારનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેવું ડાયસ્પોરા દ્વારા જાણવા મળે છે.

(6:38 pm IST)