Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ભાજપના બંગાળના સાંસદ સૌમિત્ર ખાનના પત્‍ની સુજાતા તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ પત્‍નીને તલાક આપવાની તૈયારી

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય રમત શરૂ થઇ છે. તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચુક્યા છે. ભાજપના બંગાળના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે. તે બાદ ભાજપ સાંસદ સૌમિત્ર ખાને પોતાની પત્નીને તલાક આપવાની તૈયારી કરી લીધી છે.

TMCમાં સામેલ થયા બાદ ભાજપ સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલે કહ્યુ કે હું એક તપશીલ જનજાતિથી આવનારી દલિત મહિલા છું. મે ભાજપ અને પોતાના પતિ માટે લડાઇ લડી હતી. અમને ટિકિટ મળી અને લોકસભામાં જીત મેળવી. મને લાગે છે કે ભાજપમાં હવે માત્ર અવસરવાદીઓને જગ્યા મળી રહી છે.

સુજાતા મંડલે કહ્યુ કે, અમે પાર્ટી માટે તે સમયે ઉભા હતા, જ્યારે અમને ખબર પણ નહતી કે તે 2થી 18 બેઠક જીતી જશે. ના કોઇ સુરક્ષા હતી અને ના તો કોઇ બેકઅપ. અમે જનતાના સમર્થનથી લડ્યા અને જીત્યા. મને હજુ પણ લાગે છે કે હું એક લડાઇ લડી રહી છુ પરંતુ મારી માટે ભાજપમાં કોઇ સમ્માન નહતું.

શુવેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવા પર સુજાતા મંડલે કહ્યુ કે મને ખબર નથી પડતી કે દાગીઓને શુદ્ધ કરવા માટે કઇ રીતના સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. અમે પાર્ટી માટે લડાઇ લડી, એમ વિચારીને કે આ મારા જીવનનો અંતિમ દિવસ હોઇ શકે છે. હવે અમે મમતા બેનરજીના નેતૃત્વમાં લડીશું.

ભાજપ પર કટાક્ષ કરતા સુજાતા મંડલે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ભાજપમાં મુખ્યમંત્રી પદના 6 દાવેદાર અને ડેપ્યુટી સીએમ પદના 13 દાવેદાર છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને તે વડાપ્રધાન જ રહેશે. તે સીએમ ઉમેદવાર નથી. જ્યારે અમે તેમણે (ભાજપ) નેતૃત્વ વિશે પૂછીએ છીએ તો કોઇ જવાબ મળતો નથી.

સુજાતાને તલાકની નોટિસ મોકલશે સૌમિત્ર ખાન

સુજાતા મંડલના TMC જોઇન કરવાથી તેમના પતિ અને ભાજપ સાંસદ સૌમિત્ર ખાન નારાજ છે, તેમણે સુજાતાને તલાકની નોટિસ મોકલવાની તૈયારી કરી છે. આ સાથે જ સુજાતાના ઘરની સુરક્ષામાં લાગેલા જવાનોને પણ હટાવી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છેકે સૌમિત્ર ખાન અને સુજાતા વચ્ચે કેટલાક દિવસથી ટકરાવ ચાલતો હતો. પડદા પાછળ ચાલી રહેલી લડાઇ હવે ખુલીને સામે આવી ગઇ છે.

પત્નીના તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવા પર ભાજપ સાંસદ સૌમિત્ર ખાને કહ્યુ કે આ સાચુ છે કે પરિવારમાં મતભેદ હતા, અમે પરિવાર છીએ, લડાઇ થઇ શકે છે પરંતુ તેને રાજકીય રૂપ આપવુ યોગ્ય નથી. મને દુખ છે કે મારા ભાજપમાં સામેલ થવાને કારણે તેને પોતાની નોકરી ગુમાવી દીધી છે. મને પીડા છે કે સુજાતા પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે TMC સાથે જોડાઇ ગઇ.

ભાવુક થયા ભાજપ સાંસદ સૌમિત્ર ખાન

ભાજપ સાંસદ સૌમિત્ર ખાને કહ્યુ કે, તમે (સુજાતા) સારો નિર્ણય લીધો હશે, પરંતુ પાર્ટી મહત્વપૂર્ણ છે અને મોદી અમારી જીત માટે જવાબદાર છે. યુવા મોર્ચાને અમારી જરૂર છે. ભાજપ કોઇ પારિવારિક પાર્ટી નથી. તમે ભાજપ સાંસદના પત્નીના રૂપમાં સમ્માનિત હતા. તમે મને મત અપાવ્યા છે અને મારી જીતનો ભાગ છો. ટીએમસી પરિવારોને તોડી શકે છે પરંતુ હું હવે તેમણે (સુજાતા) પોતાના નામ અને ઉપનામથી મુક્ત કરૂ છું.

ભાજપ સાંસદ સૌમિત્ર ખાને કહ્યુ કે હું ભાજપનો સિપાહી છું અને પદ વગર રહેતા પણ લડતો રહીશ. હું અભિષેક બેનરજીને કહેવા માંગુ છું કે તે મારી એકમાત્ર નબળાઇ હતી અને હવે હું પોતાની પાર્ટી માટે બધુ કુરબાન કરવા માટે તૈયાર છું. મારી પાસે પોતાના માતા-પિતા સિવાય કઇ નથી. હું મમતા બેનરજીને અનુરોધ કરૂ છું કે તે મમતાને ના મારે. TMC

ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

સાંસદ સૌમિત્ર ખાનના પત્ની સુજાતાએ ભાજપની જીતમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી અને તેમણે બાંકુરામાં પ્રચાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સરકારે સુજાતાને બાંકુરા વિસ્તારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મહત્વપૂર્ણ છે કે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળનો બે દિવસનો પ્રવાસ કર્યો હતો આ દરમિયાન તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી અને રેલી કાઢી હતી. અમિત શાહે બંગાળમાં 200થી પણ વધુ બેઠક જીતવાનો દાવો કર્યો હતો.

(5:28 pm IST)