Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ઓરિસ્‍સાના સંબલપુર ડિવીઝનમાં પુરી-સુરત એક્‍સપ્રેસ ટ્રેન હાથી સાથે ટકરાયા બાદ પાટા ઉપરથી નીચે ઉતરી ગઇઃ જાનહાનિ નથી

પુરી: ઓરિસ્સાના સંબલપુર ડિવિઝનમાં પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેન એક હાથી સાથે ટકરાયા બાદ પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ દૂર્ઘટના હટિબારી અને માનેશ્વર રેલ્વે સ્ટેશન વચ્ચે રાત્રે 2.04 વાગ્યે બની હતી. ઇસ્ટ કોસ્ટ રેલ્વેએ તેની જાણકારી આપી છે.

હાથી સાથે ટકરાયા બાદ ટ્રેનના એન્જિન સહિત છ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. મુસાફર અને લોક પાયલટને કોઇ ઇજા થઇ નથી અને તે સુરક્ષિત છે.

ઇસ્ટ કોસ્ટ રેલ્વે અનુસાર, ટ્રેન રવિવાર સવારે 7.24 વાગ્યે 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી હટિબરીથી રવાના થઇ હતી. હાથીને લઇને સાવધાની પહેલા જ જાહેર થઇ ચુકી હતી. જોકે, ઇસ્ટ કોસ્ટ રેલ્વેના સંબલપુર ડિવિઝનના આશરે 2.04 વાગ્યે એક હાથી એન્જિન સાથે ટકરાયો હતો. દૂર્ઘટનાને કારણે એન્જિન ફ્રંટ ટ્રોલીના તમામ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા.

સંબલપુર મંડલ રેલ મેનેજમેન્ટ (ડીઆરએમ) પ્રદીપ કુમાર સહિત તમામ સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોચી ગયા હતા. ઇસ્ટ કોસ્ટ રેલ્વે અનુસાર, માત્ર છ પૈડા પાટા પરથી નીચે ઉતર્યા હતા. કોઇના મરવાની કે ઘાયલ થવાની જાણકારી નથી. ડ્રાઇવર અને સહાયક ચાલક સાથે એન્જિન સુરક્ષિત છે. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોચીને સંબલપુરના ડીઆરએમ અને અન્ય સીનિયર રેલ્વે અધિકારીઓ પાસે ઘટના અંગે જાણકારી મેળવી છે.

(5:26 pm IST)