Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

૨૪ કલાકમાં કોરોનાનાં ૨૪૩૩૭ નવાં દર્દીઓઃ ટેસ્ટિંગ મામલે ભારત બીજા નંબર પર

એકિટવ કેસ મામલે દુનિયામાં ભારત દેશ નવમાં સ્થાન પર છેઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકિટવ કેસ છેઃ કોરોના સંક્રમિતોની સંખ્યા મુજબથી ભારત દુનિયાનાં બીજો સૌથી પ્રભાવિત દેશ છે

નવી દિલ્હી, તા.૨૧: ભારતમાં કોરોના સંક્રમણનાં કેસ પહેલા કરતાં દ્યટ્યા છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતાં વધુ કેસીસ જોવા મળી રહ્યાં છે. દેશમાં સતત ૮માં દિવસે ૩૦ હજારથી ઓછા કોરોનાનાં કેસ દાખલ થયા છે. ગત ૨૪ કલાકમાં ૨૪,૩૩૭ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે ૩૩૩ લોકોનું કોરોનાને કારણે મોત થયુ છે. તો ૨૫,૭૦૯ લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં કોરોનાનાં કૂલ કેસ વધીને ૧ કરોડ ૫૫ હજાર થઇ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં ૧,૪૫,૮૧૦ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કૂલ એકિટવ કેસ ઘટીને ત્રણ લાખ ત્રણ હજાર તઇ ગયા છે. અત્યાર સુધીમાં કૂલ ૯૬ લાખ છ હજાર લોકોએ કોરોને માત આપી છે.એકિટવ કેસ મામલે દુનિયામાં ભારત નવમાં સ્થાન પર છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકિટવ કેસ છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મુજબ ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં થઇ છે. મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા ક્રમે છે.

કોરોનાથી પ્રભાવિત રાજયોનાં હાલ- રાજધાની દિલ્હીમાં રવિવારે ૧૦૯૧ લોકો કોરોનાથી સંક્રમતિ થયા છે. ૧૨૭૫ લોકો રિકવર થયા છે. જયારે ૨૬ લોકોનું મોત થયુ છે. અત્યાર સુધીમાં ૬,૧૭,૦૦૫ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી ૫,૯૬,૫૮૦ લોકો સ્વસ્થ થઇ ગયા છે. જયારે ૧૦,૨૭૭ લોકોનાં મોત થયા છે. હાલમાં ૧૦,૧૪૮ લોકોનું ઇલાજ ચાલુ છે.ગુજરાતમાં રવિવારે ૧૦૧૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. ૧૧૯૦ લોકો રિકવર થયા છે અને ૭ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં ૨,૩૫,૨૯૯ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૧,૮૪૦ દર્દીઓનું ઇલાજ ચાલુ છે. જયારે ૨,૧૯,૨૨૫ દર્દીઓ સાજા થઇ ગયા છે. કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા ૪૨૩૪ થઇ ગઇ છે.

(3:29 pm IST)