Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતની વિરુદ્ઘ નથીઃ ૭૩.૦૫% કિસાનોએ આપ્યું સમર્થન

સર્વેમાં બહાર આવી સ્ફોટક માહિતી, ૪૮.૭૧% ખેડૂતો માને છે કે કૃષિ સુધારણા કાયદાનો વિરોધ રાજકીય પ્રેરિત છે

નવીદલ્હી, તા.૨૧: દેશની રાજધાની ખેડૂતોના પ્રદર્શનથી ઘેરાયેલી છે. આંદોલનકારી ખેડૂતો હજુ પણ મક્કમ છે, તેઓ સુધારણા માંગતા નથી, તેઓ ઇચ્છે છે કે કૃષિ કાયદો રદ કરવામાં આવે. જોકે આ મેળાવડામાં દેશભરના વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આંદોલનનાં બીજ પંજાબથી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રશ્ન એ છે કે આખો દેશ શું વિચારે છે? શું તેઓ કૃષિ સુધારણા જુએ છે? સર્વેના ૨,૪૧૨ જવાબોમાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે આ કાયદો ખેડૂતોના હિતની વિરુદ્ઘ નથી, ખેડૂતોએ તેમનો વિરોધ પાછે ખેંચી લેવો જોઈએ.

સર્વેની હાઇલાઇટસ

૫૬.૫૯% ટકા ખેડૂતો માને છે કે આ આંદોલન સમેટી લેવું જોઈએ

૫૩.૬% ખેડૂતોએ નવા કૃષિ સુધારણા કાયદાને સમર્થન આપ્યું અને ૩૦.૬% ટકા ખેડૂતોએ સમર્થન નથી આપ્યું.

૪૮.૭૧% ખેડૂતો માને છે કે કૃષિ સુધારણા કાયદાનો વિરોધ રાજકીય પ્રેરિત છે અને ૩૨.૫૯% ખેડૂતો કહે છે કે રાજકારણથી પ્રેરિત નથી. ૧૮.૭૦% ખેડૂતો કહે છે કે તેઓ આ અંગે સ્પષ્ટ નથી

૬૨.૯૯% લોકો એવું માને છે કે વિરોધ કરી રહેલા ખેડુતોએ ખેતી સુધારણા કાયદા રદ કરવા માટે આગ્રહ ન કરવો જોઇએ અને સમાધાન કરવું જ જોઇએ

૬૦.૯૯% ખેડૂતો માને છે કે નવા કાયદાના કારણે ખૂડતોને સૌથી વધારે કિંમતો મળશે

૭૩.૦૫% ટકા ખેડૂતો ભારતમાં કૃષિ સુધાર અને કાયદાના સમર્થનમાં છે.

૬૯.૬૫% ટકા ખેડૂતોએ સરકારના એ નિર્ણયનું સ્વાગત કર્યુ છે જેમાં ખેડૂતોને ખ્ભ્પ્ઘ્ના બહાર શાકભાજી વેચવાની પરવાનગી આપવામાં આવી છે.

૫૩.૯૪% ખેડૂતો સરકારના લેખિત આશ્વાસનની પ્રસ્તુતીનું સમર્થન કરે છે.

૬૬.૭૧% ખેડૂતો ખેડૂતો આ વાતથી સંમત નથી કે કેન્દ્ર સરકાર પરાળી બાળવાના નિર્ણયને પરત લે

આ સવાલો પૂછવામાં આવ્યા હતા

. શું તમે ભારતીય કૃષિમાં સુધારા અને આધુનિકરણને ટેકો આપો છો?

હા, આ સમયની જરૂરિયાત છે. ના તે જરૂરી નથી

. શું તમે સરકાર દ્વારા કહેવાતા કાયદાઓને ટેકો છો કે જે ભારતીય કૃષિને આધુનિક બનાવશે અને ખેડૂતોને ફાયદો કરશે?

હા અલબત્ત ના, મને ખાતરી નથી

. શું તમે જાણો છો કે આ કાયદા હેઠળ ખેડૂતોને સરકાર દ્વારા સંચાલિત એપીએમસી મંડીની બહાર અનાજ વેચવાની છૂટ છે?

હા હું જાણું છું ના હું જાણતો ન હતો

. શું તમે સમર્થન આપો છો કે ખેડુતોને તેમના ઉત્પાદનને મંડીઓની બહાર વેચવાનો વિકલ્પ હોવો જોઈએ?

હા, આ તેમનો અધિકાર છે, ના, વર્તમાન સિસ્ટમ બરાબર છે

. શું તમને લાગે છે કે નવા કાયદાના કારણે, ખેડૂતોને તેમની પેદાશ વેચવા માટે વધુ સારા ભાવ મળશે.

હા-નાં

. શું તમે વડા પ્રધાનની ખાતરીથી વાકેફ છો કે ચોખા, દ્યઉં અને ૨૦ થી વધુ અનાજ માટેની વર્તમાન ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ સિસ્ટમ (એમએસપી) ચાલુ રહેશે?

હા હું જાણું છું, મારા માટે આ સમાચાર છે

. શું તમે સરકારની એમએસપી સિસ્ટમ ચાલુ રાખવાની લેખિત ખાતરી આપવાની ઓફરને સમર્થન આપો છો?

હા હું તેને ટેકો આપું છું, હું સમર્થન નથી આપતો, મને ખાતરી નથી

. જેઓ દિલ્હીની બહાર ત્રણ કૃષિ સુધારણા કાયદા પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે તેઓ કહે છે કે તેઓ કોઈપણ બાબતમાં સમાધાન કરશે નહીં. શું તમે તેમના સ્ટેન્ડને ટેકો આપો છો?

હા, હું તેનું સમર્થન કરું છું, ના, તેઓએ સમાધાન કરવું જોઈએ

. વિરોધ કરનારાઓની એક માંગ એ છે કે સરકારે દિલ્હી અને ઉત્ત્।ર ભારતમાં પ્રદૂષણ ફેલાવતા પરાળીને બાળી નાખવા પર લગતા અધ્યાદેશને પાછો ખેંચવો જોઈએ. શું આ માંગ માન્ય છે?

હા, દિલ્હીમાં પ્રદૂષણનો વાંધો નથી, ના, આ માંગ ગેરવાજબી છે.

. શું તમે જાણો છો કે ઘણા વિપક્ષી નેતાઓ, જયારે તેઓ સત્તા પર હતા, પણ સમાન કાયદાઓને ટેકો આપ્યો હતો.

હા-નાં

. શું તમને લાગે છે કે કૃષિ કાયદાઓનો વિરોધ રાજકીય પ્રેરિત છે?

હા અથવા,ના કહી શકતા નથી

. શું આ વિરોધને રોકવાનો સમય છે?

હા, વિરોધીઓએ સમાધાન કરીને ઘરે જવું જોઈએ નહીં, વિરોધ ચાલુ રાખવો જોઈએ.

(3:28 pm IST)