Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ભારતની ૬૨ ટકા વસ્તી ૧૫-૫૯ યુવા વર્ગમાં દુનિયાના સૌથી યુવા દેશોમાંનો એક : સરેરાશ ઉંમર ૨૯ વર્ષ

દેશના આર્થિક વિકાસનો આધારસ્થંભ બનશે યુવાશકિત

નવી દિલ્હી,તા. ૨૧: દેશની ૯૦ ટકા વસ્તીની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે, જ્યારે દુનિયાના મોટાભાગના વિકસીત દેશોમાં ૨૦ ટકાથી વધારે વસ્તીની ઉંમર ૬૦ વર્ષથી વધારે છે. આ જ કારણના લીધે કાર્યકાળના હિસાબે ભારત અત્યંત મજબુત સ્થિતીમાં છે. આ પ્રકારના ડેમોગ્રાફીક દક્ષિણ કોરીયા અને હાલમાં ચીને તીવ્ર વિકાસ કર્યો છે. હવે વારો ભારતનો છે.દુનિયાભરમાં સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિના પ્રયત્નોમાં ઉલ્લેખનીય ભૂમિકા નિભાવવા માટે સંયુકત રાષ્ટ્રએ ૧૭ યુવાઓને સ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ચેમ્પિયન ઘોષિત કર્યા તેમાં ભારતના ઉદિત સિંધલ પણ સામેલ છે. ૧૮ થી ૩૦ વર્ષની વયના આ ચેન્જમેકર્સ ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ, લાઇબેરીયા, નાઇઝરીયા, પાકિસ્તાન, પેરૂ, સેનેગલ, તુર્કી, યુગાન્ડા અને અમેરીકાનું પ્રતિનિધીત્વ કરે છે. સંયુકત રાષ્ટ્રનું માનવું છે કે યુવાઓ ટકાઉ અને સમાવેશી વિકાસ માટે સારી રીતે કામ કરી શકે છે. કોરોના મહામારી છતાં દુનિયાભરના યુવાઓ સતત વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્રિય છે.ભારતના ઉદિત સિંધલ (૧૮)ને સંયુકત રાષ્ટ્રએ સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માટે પસંદ કર્યા છે. તે ગ્લાસરસેન્ડના સંસ્થાપક છે જે કાચના કચરાનુ રીસાયકલીંગ કરે છે.

(3:24 pm IST)