Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અટલજીના જન્મદિનથી યુપીમાં ખેડૂત સંવાદઃ કૃષી કાયદાના ભ્રમ દૂર કરશે ભાજપ

૨૫મીએ નરેન્દ્રભાઈનો લાઈવ કાર્યક્રમ પ્રાસરીત કરવા વ્યવસ્થા ગોઠવાઈ

લખનૌ,તા.૨૧: ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલજીની જયંતી ૨૫ ડીસેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખેડૂતો સાથે સંવાદ કરશે. સંવાદ દરમિયાન સરકારના પ્રયત્નો નવા કૃષી કાયદા અંગે ભ્રમ દુર કરવાના રહેશે. આ દિવસે ૨૫૦૦થી વધુ જગ્યાએ ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટીએ લગભગ તમામ તૈયારીઓ કરી છે. જેના માટે પ્રત્યેક બ્લોક ઉપર નરેન્દ્રભાઈના લાઈવ પ્રસારણની વ્યવસ્થા થશે. કૃષી વિભાગ તેનું નોડલ હશે. જયારે પ્રભારી મંત્રીઓએ પણ પોતાના પ્રભારી જીલ્લાઓમાં વ્યવસ્થા કરવા જણાવાયું છે. જેમાં સ્થાનીક ભાજપીઓની સાથે વધુમાં વધુ ખેડૂતોને જોડવા જણાવાયું છે.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુપીના પ્રભારી રાધા મોહનસિંહ અને પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવસિંહ ખેડૂત સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. ઉપરાંત શહેરોના અધ્યક્ષો- ધારાસભ્યો સાથે વર્ચ્યુઅલી તૈયારીની માહિતી મેળવેલ. રાધારમણ સિંહે જણાવેલ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગામડા, ગરીબ અને ખેડૂતોને સર્મપીત સરકાર છે. તેમણે વિરોધ પક્ષો ઉપર કૃષી કાયદા અંગે ભ્રમ ફેલાવાનો આરોપ લગાડેલ. તેમણે જણાવેલ ખૂબ જ વિચાર- વિર્મશ બાદ સંસદે કૃષી સુધારને કાયદાનું રૂપ આપ્યું છે. યુપીના ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવસિંહે પણ જણાવેલ કે આ કાયદાથી ખેડૂતોને તમામ સુવીધાઓની સાથે નવા અધિકાર અને અવસર પણ મળશે.

(2:44 pm IST)