Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ટ્રમ્પને સાયબર હુમલામાં ચીન ઉપર શંકાઃ વિદેશ મંત્રીએ રશીયાનો હાથ કહેલ

બીડને કલાઇમેટ ટીમ જાહેર કરીઃ ટેકસ કૌભાંડમાં પુત્રોનો બચાવ કર્યો

વોશીંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવેલ કે દેશમાં હાલ થયેલ સાયબર હુમલામાં ચીનનો હાથ હોઇ શકે છે. તેના એક દિવસ અગાઉ જ માઇક પોમ્પીયોએ રશીયાનો હાથ હોવાનું જણાવેલ.

અમેરિકી સાયબર સુરક્ષા એજન્સી ચેતવી ચૂકી છે કે આ હુમલો સરકારી અને ખાનગી નેટવર્ક ઉપર મોટો ખતરો પેદા કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પ આને લઇને ચિંતિંત નથી દેખાતા. તેમણે કહેલ કે બધુ મારી જાણમાં અને નિયંત્રણમાં છે. આ એટલો મોટો નથી જેટલું મીડીયા દેખાડે છે. ટવીટ દ્વારા તેમણે આરોપ લગાડેલ કે સાયબર હેક મીડીયામાં વધુ મોટો છે. મીડીયા હુમલામાં ચીનનો હાથ હોવાની સંભાવનાની ચર્ચાથી ડરે છે.

નવનિયુકત રાષ્ટ્રપતિ બીડને પર્યાવરણ ઉપર પોતાની ટીમ જાહેર કરી છ. બીડને જણાવેલ કે કલાઇમેટ ચેન્જના મુદે હવે વેડફવા માટે સમય નથી. દરમિયાન ટેકસ કૌભાંડમાં પુત્ર હંટરનો બચાવ કરતા જણાવેલ કે અમને તેના ઉપર વિશ્વાસ છે.

(2:43 pm IST)