Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કોરોના વેકસીન 'રામબાણ' નથીઃ રસી તમને બચાવશે પણ તમારા પોતાનાની ગેરેટીનહી

રસી બાદ નિયમોનું પાલન જરૂરી બનશે

નવી દિલ્હી તા.ર૧ : કોરોના વાયરસની રસી તમને તો સંક્રમણથી બચાવે છે પણ બેદરકારી દાખવવાથી તમે બીજા સુધી સંક્રમણ ફેલાવનારા વાહક બની શકો. જયોર્જ વોશીગ્ટન યુનિ.ના  મહામારીના નિષ્ણાંત પ્રો. લીં.ના વેને આવો દાવો કર્યો છે.  તેમનું કહેવું છે કે લોકોએ એ વાત સમજવી પડશે કે રસી તેમને તો રક્ષણ આપશે પણ તે તમારા પરિવારજનોની સુરક્ષાની ગરેંટી નથી. જો લોકો રસી મુકાવ્યા પછી સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે તો તે પોતાનાઓ માટે જોખમ બની જશે.

લીનાએ જણાવ્યું કે ફાઇઝરની રસી અંગે  હજુ સુધી આપણે એ જ જાણીએ છીએ કે કોરોના સંક્રમણના લક્ષણોને ઉત્પન્ન થતા રોકવામાં તે અસરકારક છે. આ સાથે જ  રસી મુકાવવાથી દર્દી ગંભીરપણે બિમાર નથી થતો એટલે કે તેને હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર નથી પડતી.

તેમણે કહયું કે હજુ આપણને એ નથી ખબર કે આ રસી આપણા શરીરમાં લક્ષણો વગરનું કોરોના સંક્રમણ ઉત્પન્ન કરે છે કે નહી આ બાબતે અત્યાર સુધી કોઇ અભ્યાસ નથી થયો. પણ એ વાતની શકયતા છે કે રસી મુકાવનાર વ્યકિત એસીમ્પ્ટોમેટીક કોરોના સંક્રમણનો વાહક હોઇ શકે છે એ વ્યકિતના નાસિકા માર્ગમાં વાયરસ હોઇ શકે છે, જે તેના બોલવા, શ્વાસ લેવા અથવા છીંકવાથી બીજો લોકો સુધી પહોંચી શકે છે. એટલે  જરૂરી છે કે રસી મુકાવ્યા પછી પણ બધા લોકો માસ્ક પહેરે અને ડીસ્ટંસીંગનું પાલન કરે.

(2:43 pm IST)