Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બાળકોના કોરોના રસીકરણનું કામ થશે આવતા વર્ષે

મુંબઇ તા.ર૧ : કોરોના મહામારીએ રસીકરણની પધ્ધતિને સાવ ઉલટી કરી નાખી છે. દુનિયાભરમાં સામાન્ય રીતે રસીકરણ બાળકો સાથે જોડાયેલી બાબત છે અને બાળકો માટે જ રસી તૈયાર કરાતી હોય છે પણ કોરોનાની રસી ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે તૈયાર કરાઇ છે.રસી ભલે મોટા માટે બની છે પણ બાળકો માટે પણ રસી બનાવવાનું કામ ઝડપભેર ચાલી રહયુ છે. એક મોટી કંપનીની બાળકો માટે રસી તૈયાર કરવાનું કામ અંતિમ તબકકામાં છે તેણે જણાવ્યું, રસીકરણ કાર્યક્રમ શરૂ થશે અને લોકો વ્યાપક સ્તરે રસીનો ઉપયોગ કરતા દેખાશે તો કોઇને પણ તેના સુરક્ષીત હોવા પર શંકા નહી રહે. આવતા વર્ષના મધ્યમાં  બાળકો માટે કલીનીકલ ટ્રાયલ શરૂ થઇ શકે છે. રસી ઉદ્યોગના એક નિષ્ણાંતે કહયુ કે બાળકોની રસી પર જુલાઇની આજુબાજુ કામ શરૂ થઇ જશે. ફાઇઝર - બાયોટેક જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ૧ર વર્ષ અને તેનાથી વધુ વયના બાળકો પર પરીક્ષણ શરૂ પણ કરી દીધુ છે. તેમણે એમ પણ કહયું કે ર૦ર૧ના અંત સુધીમાં બાળકોની રસીત ૈયાર થઇ શકે છે. મોડર્નાએ પણ ૧ર થી ૧૭ વર્ષના બાળકો પર રસીનું પરીક્ષણ શરૂ કરી દીધુ છે. કોરોના ફેલાયા પહેલા સામાન્ય રીતે વયસ્કોને ફલુ, ન્યુમોનિયા, અથવા ગર્ભાશયના કેન્સરથી બચવાની રસી જ લગાવાતી હતી.

ભારતમાં ઝાયડસ કેડીલા, ભારત બાયોટેક, જેનોવા બાયોફાર્મા અને સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા જેવી ઘણી કંપનીઓ છે જે રસી ડેવલોપ કરવામાં લાગેલી છે. તેમાંથી સીરમે ૧૮ વર્ષ અને તેનાથી વધુ વયના ૧૬૦૦ લોકો પર પોતાની કોવીશીલ્ડ રસીનુ઼ પરીક્ષણ કર્યુ છે. ઝાયડસ કેડીલા પણ ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો પર રસીનું પરિક્ષણ કરી રહી છે.

(2:40 pm IST)