Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બુલીયન માર્કેટમાં તેજીઃ સોનામાં ૮૦૦ રૂ. અને ચાંદીમાં ર૦૦૦ રૂ.નો ઉછાળો

સોનાના ભાવ વધીને પર,રપ૦ અને ચાંદીના ભાવ ૭૦,પ૦૦ રૂ. થયા

રાજકોટ તા. ર૧: બુલીયન માર્કેટમાં આજે તેજીના પગલે સોનામાં ૮૦૦ રૂ. અને ચાંદીમાં ર૦૦૦ રૂ.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૮૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. શનિવારે સોનુ સ્ટાર્ર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ પ૧,૪પ૦ રૂ. હતા સોનાના બિસ્કીટમાં ૮૦૦૦ રૂ.નો ઉછાળો નોંધાયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ પ,૧૪,પ૦૦ રૂ. હતા તે વધીને આજે પ,રર,પ૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂ. વધ્યા હતા. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૬૮,પ૦૦ રૂ. હતા તે વધીને આજે ૭૦,પ૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોના-ચાંદીના ભાવો ઘટયા બાદ ફરી ભાવો વધી રહ્યા છે.

(2:54 pm IST)