Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આંદોલનના આજે ૨૬માં દિવસે ખેડૂતોની ભૂખ હડતાળઃ વધુ એકની આત્મહત્યા

નવી દિલ્હી, તા.૨૧: આગામી ૨૭મીએ થાળી વગાડીને, વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો ખેડૂતો કરશે વિરોધ   કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિબીલ સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો આજે ઘરણા સ્થળે ભૂખ હડતાળ કરશે. પંજાબ અને હરિયાણાને દિલ્લી સાથે જોડતી સરહદે ખેડૂતો છેલ્લા ૨૬ દિવસથી કૃષિબીલ રદ કરવાની માંગ સાથે બેઠા છે. આજે આંદોલનના ૨૬માં દિવસે ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિબીલ સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો આજે દ્યરણાસ્થળે ભૂખ હડતાળ કરશે. પંજાબ અને હરિયાણાને દિલ્લી સાથે જોડતી સરહદે ખેડૂતો છેલ્લા ૨૬ દિવસથી કૃષિબીલ રદ કરવાની માંગ સાથે બેઠા છે. આજે આંદોલનના ૨૬માં દિવસે ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આગામી ૨૭મી ડિસેમ્બરે રેડીયો ઉપરથી પ્રસારીત થતા વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો થાળી વગાડીને વિરોધ કરવાનું નક્કી કરાયુ છે. તો હરિયાણાના ખેડૂતોએ ૨૫થી ૨૭ ડિસેમ્બર સુધી ટોલ નહી ભરવાનો નિર્ણય કર્યો છે. વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતા આંદોલનકારી ખેડૂતોના મોતનો આંકડો ૩૦ ઉપર પહોચ્યો છે.

(11:27 am IST)