Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નવા વર્ષની શરૃઆતના દિવસોમાં જ માવઠારૃપી આફતના એંધાણ

તા.૨-૩ જાન્યુઆરી આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેનો ટ્રફ હિમાલયાથી વાયા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતથી અરબ સાગર સુધી લંબાય તેવી શકયતા : ૨૫ ડિસેમ્બરથી ફરી હાડ ધ્રુજાવતી ઠંડીનો રાઉન્ડ : અનેક વિસ્તારોમાં પારો સિંગલ આંકડામાં પહોંચી જશે

રાજકોટ : આ વર્ષે ચોમાસાની વિદાય બાદ શિયાળાના પ્રારંભના દિવસોમાં ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હાલ ઠંડીના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ફરી એક વખત માવઠારૃપી આફતના એંધાણ હાલના અનુમાન મુજબ જોવા મળી રહ્યા છે.

વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે હાલના અનુમાન મુજબ નવું વર્ષ એટલે કે જાન્યુઆરીના શરૃઆતના દિવસોમાં માવઠાની સંભાવના છે.

હાલ ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે. આગામી તા.૨૪ ડિસેમ્બર સુધી રાજયના વિસ્તારોમાં ૧.૨ ડીગ્રીના ઠંડી ના ઘટાડા સાથે ઠંડીનો માહોલ જળવાઇ રહેશે. વિસ્તાર પ્રમાણે તા.૨૫-૨૬ ડિસેમ્બરથી ઠંડી ઉતરોતર વધારા તરફ જશે. તા.૨૮/૨૯ સુધી કડકડતી ધ્રુજાવતી ભારે ઠંડીનો માહોલ જોવા મળશે. ઠંડા પવનો પણ ફુંકાશે.. ઘણા વિસ્તારો માં સિંગલ આંકડા માં ઠંડી જોવા મળી શકે છે. કસ રુપી વાદળો પણ જોવા મળશે....તા.૨૦/૨૧ આસપાસ નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયાને અસર કરશે બાદ તા.૨૫/૨૬ આસપાસ નવુ પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પુર્વ તરફ ગતિ કરશે. પહાડી અને મેદાની રાજયોમાં ભારે હિમ વર્ષા અને કરા નો વરસાદ જોવા મળશે...

આગોતરૃ એંધાણ

જાન્યુઆરી-૨૦૨૧ના શરુઆતી દિવસો માં તા.૨/૩ આસપાસ એક મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થશે.તેમનો જુકાવ દક્ષિણ બાજુ રહી શકે છે...વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આનુંસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશનનો ટ્રફ હિમાલયાથી વાયા પંજાબ, હરીયાણા, રાજસ્થાન, ગુજરાતથી અરબ સાગર સુધી લંબાવાની શકયતા હોય... એટલે ફરી સમગ્ર રાજયમાં માવઠા રુપી આફત ની શકયતા નકારી શકાય તેમ નથી..

(10:40 am IST)