Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

આજે દિવસ ટુંકો - રાત્રી લાંબી : અંતરિક્ષમાં ૮૦૦ વર્ષ બાદ દુર્લભ નજારો

અંગ્રેજી કેલેન્ડરના હિસાબથી આજની રાત્રી સૌથી લાંબી રાત્રી રહેશે : વિશ્વના તમામ ખગોળ વૈજ્ઞાનિકોની નજર આજે અંતરિક્ષમાં કેન્દ્રીત થશે : ૮૦૦ વર્ષ બાદ પહેલીવાર બૃહસ્પતિ અને શનિ ગ્રહ એકબીજાની નજીક આવશે - એકબીજામાં સમાય જશેઃ ક્રિસમસ પહેલા વિશ્વભરના અંતરિક્ષ પ્રેમીઓ માટે આજની અંતરિક્ષની ઘટના ઐતિહાસિક બનશે : આજે દિવસ ૮ કલાકનો અને રાત ૧૬ કલાકની બનશે

નવી દિલ્હી તા. ૨૧ : ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ એટલે કે આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે અને રાત્રી લાંબી થવાની છે. આ ખગોળીય ઘટનાને વિન્ટર સોલ્સટાઇસ કહેવામાં આવે છે એટલું જ નહિ આજે અંતરિક્ષમાં ૮૦૦ વર્ષ બાદ જોવા મળશે દુર્લભ નજારો. જેના હેઠળ અંતરિક્ષમાં બૃહસ્પતિ - શનિ ગ્રહ એકબીજાની એટલા નજીક આવી જશે કે જાણે લાગશે કે બંને ગ્રહ એકબીજામાં સમાય ગયા છે. બૃહસ્પતિ - શનિના મિલનનો નજારો એક અનોખો દુર્લભ સહયોગ છે કારણ કે કોઇ વ્યકિતના જીવનકાળમાં આવું એક જ વખત થાય છે તેથી તેને મહાન સહયોગ કહેવામાં આવે છે. આજે ગ્રહો એક લાઇનમાં આવવાને ક્રિસમસ સ્ટાર પણ કહેવામાં આવે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા પ્રમાણે સાંજના સમયમાં બંને ગ્રહો એકબીજાની પાસે નિહાળી શકાશે. આ દુર્લભ ઘટના બે સપ્તાહ સુધી જોવા મળશે. આ બંને ગ્રહ વચ્ચે માત્ર ૦.૧ ડીગ્રીનું અંતર રહેશે. ખાસ વાત એ છે કે, ૮૦૦ વર્ષ પહેલા આ તક રાત્રીના સમયે આવી હતી અને આ વખતે તેને રાત્રીના જ નિહાળી શકાશે.

આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે અને રાત્રી લાંબી બહેશે. કહેવાય છે કે સૂર્ય આજના દિવસે કર્ક રેખાથી મકર રેખા તરફ જશે અને આ એ સમય હોય છે જ્યારે સૂર્યના કિરણો બહુ ઓછા સમય માટે પૃથ્વી પર રહે છે. સૂર્યની હાજરી લગભગ ૮ કલાક રહેશે અને તે અસ્ત થયા બાદ લગભગ ૧૬ કલાકની રાત્રી રહેશે. જે પછી કાતિલ ઠંડીનો દોર શરૂ થશે.

આજે બે ગ્રહ ૬૦ વર્ષ બાદ ફરી એટલા નજીક આવશે જેને જોઇ શકાશે કે નહી એ બાદમાં જાણવા મળશે. ભારતના મોટાભાગના શહેરોમાં સૂર્યાસ્ત બાદ આવી ઘટના જોવા મળશે. આજે રાત્રે પશ્ચિમ દિશામાં બે ગ્રહો એકબીજાને મળતા જોવા મળશે. નાસાના કહેવા મુજબ આવતા બે સપ્તાહમાં જેમ જેમ તેમની કક્ષા વધુ નજીકથી રહેશે તેમ તેમ બંને ગ્રહ એકબીજાની નજીક જોવા મળશે. સૂત્રોના કહેવા મુજબ બંને ગ્રહ વચ્ચેનું અંતર ૭૩.૫ કિલોમીટર રહેશે.

(10:33 am IST)