Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

કોરોનાના નવા સ્ટ્રેને બ્રિટન બાદ ઇટાલીમાં મચાવ્યો હાહાકાર

હવે ઇટાલીમાં મળ્યો પ્રથમ સંક્રમિત : યુરોપીય દેશોએ બ્રિટેન માટે દરવાજા કર્યા બંધઃ ભારતમાં પણ ઇમરજન્સી બેઠક : કોરોનાના નવા સ્ટ્રેને સ્વાસ્થ્ય મંત્રાલયની ઉંઘ ઉડાડી

નવી દિલ્હી તા. ૨૧ : બ્રિટન બાદ હવે ઇટલીમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ખબર પડી છે. ઇટલીના સ્વાસ્થ્ય મંત્રાલયના મતે બ્રિટનથી આવેલા એક દર્દીમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. આ દર્દી થોડાંક દિવસ પહેલાં જ બ્રિટનથી રોમના ફિમિસિનો એરપોર્ટ પર પહોંચ્યો ત્યારબાદ તેને આઇસોલેટ કરી દીધો છે. ઇટલીના વિદેશ મંત્રી લુઇગી ડી માયો એ કહ્યું કે સરકાર કોરોના વાયરસના નવા પ્રકારથી ઇટલીના રહેવાસીઓને બચાવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે. આ બધાની વચ્ચે જર્મનીના અધિકારી બ્રિટનથી આવનાર ઉડાનોના સંબંધમાં 'ગંભીર વિકલ્પ'ને લઇ વિચારી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ પગલાં ભર્યા નથી. આ બધાની વચ્ચે બ્રિટનના યુરોપિયન પાડોશીઓએ કોરોના વાયરસને ઝડપથી ફેલાતો રોકવા માટે આકરા પગલાં ભર્યા છે. રવિવારથી જ યુરોપિયન દેશો એ યુનાઇટેડ કિંગડમ માટે પોતાના દરવાજા બંધ કરવાનું શરૂ કરી દીધું. ઇટલીએ કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનાર ઉડાનો પર પ્રતિબંધ મૂકી દેશે.

બ્રિટનના વડા પ્રધાન જોનસને ક્રિસમસની પાંચ રજામાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના તૈયાર કરી હતી પરંતુ કોરોના વાઇરસનો અત્યંત ચેપી પ્રકાર સામે આવતાં લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં તાત્કાલિક લોકડાઉન લાદવાનો નિર્ણય ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો હતો. કોરોના વાઇરસનો નવો પ્રકાર બ્રિટન માટે નવો જ છે અને તે ધાર્યાં કરતાં વધુ ઝડપથી પ્રસરી શકે છે. જોનસને જણાવ્યું હતું કે, જયારે વાઇરસ પોતાનો પ્રકાર બદલે છે ત્યારે આપણે સંરક્ષણ માટેની પદ્ઘતિ પણ બદલવી પડે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોરોના વાઇરસનો નવો પ્રકાર દેશમાં હાહાકાર મચાવશે, હોસ્પિટલો છલકાઇ જશે અને મોટી સંખ્યામાં મોત થશે. છેલ્લા એક સપ્તાહમાં લંડનમાં કોરોનાનું સંક્રમણ બમણું થયું છે. બ્રિટને પણ રવિવારથી સખ્ત લોકડાઉન લાગૂ કરી દીધું છે. તેના લીધે લાખો લોકો ઘરોની અંદર જ રહેવા મજબૂર થઇ ગયા છે. બિન જરૂરી વસ્તુઓની દુકાનો અને પ્રતિષ્ઠાન પણ બંધ કરી દીધા છે. કહેવાય છે કે કોરોના વાયરસનો નવો પ્રકાર દેશમાં સંક્રમણને ઝડપથી ફેલાવા માટે જવાબદાર છે.

લંડનમાં કોરોનાની નવી લહેર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાની નવી લહેરે સમગ્ર યુરોપે યુકેને અલગ થલગ કરી દીધું છે. અનેક યુરોપીય દેશે યુકેમાં કોરોનાની નવી લહેર જોઈને તેમની સરહદોને બંધ કરવાનો નિર્ણય કર્યો અને સાથે જ વાહનવ્યવહાર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.એક દીવસમા ૩૫ હજારથી વધુ કેસ નોંધાયા બાદ ટેંશનમાં આવેલા યુરોપીય સંઘના અનેક દેશોએ લંડનથી આવતી ઉડાનો પર રોક લગાવી દીધી છે જેથી તેનો પ્રકોપ તેના દેશમાં પહોંચે નહીં જયારે અન્ય દેશમાં એવા જ પ્રતિબંધો અંગે વિચાર કરી રહ્યા છે. ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ, બેલ્જીયમ , ઓસ્ટ્રિયા અને ઇટાલીએ બ્રિટેનની યાત્રા પર રોક લગાવા સંબંધી ઘોષણા કરી દીધી છે.

વાયરસની આ નવી લહેરે બ્રેકિઝટ કરાર પણ અનિશ્યિતતાના વાદળો મંડરાય રહ્યા છે. જોકે બ્રિટન અને યુરોપીય સંઘની પાસે વેપાર કરાર માટે ૩૧ ડિસેમ્બર સુધીનો સમય છે. સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી નિકોલા સ્ટર્જને માંગ કરી છે કે ૩૧ ડિસેમ્બર સુધી સમાપ્ત થનારા બ્રેકિઝટ ટ્રાંજિશનના સમયગાળાને વધારવામાં આવ્યો છે. જયારે આ માંગનો અત્યાર સુધી વાપ્રધાન બોરિસ જોનશને વિરોધ કર્યો છે. બીજી બાજુ ફ્રાંસે રવિવાર મધ્યરાત્રિ બાદ ૪૮ કલાક માટે બ્રિટનની દરેક યાત્રા પર રોક લગાવવી દીધી છે.

બ્રિટનમાં કોરોના નવા સ્ટ્રેનના હાહાકાર વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલએ જેએમસીની ઇમરજન્સી બેઠક બોલાવી છે.માનવામાં આવી રહ્યું છે કે કોરોનનો નવો પ્રકર બ્રિટનમાં સંક્રમણને તેજીથી ફેલાવા માટે જવાબદાર છે.

(10:29 am IST)