Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સવિલ ડ્રેસમાં ભારતમાં ઘૂસતા હતા ચીની સૈનિકોઃ સ્થાનિકો અને ITBPએ પાછા કાઢ્યા

નવી રીતથી ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા ચીનના પ્લાનને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે

લેહ,તા.૨૧: પૂર્વ લદ્દાખના ન્યોમા વિસ્તારમાં ચાંગથાંગ ગામમાં બે ગાડીઓ દ્વારા સિવિલ ડ્રેસમાં ચીનના સૈનિકોનું એક ગ્રુપ આવ્યું હતું, જેમને સ્થાનિક લોકો અને ITBPના જવાનોની મદદથી પાછા મોકલવામાં આવ્યા છે. આ જાણકારી રવિવારે સ્થાનિક લોકોએ શેર કરેલા વીડિયો દ્વારા મળી હતી. સરહદ પર ઘર્ષણ બાદ ભારતમાં ઘૂસવાની ચીનની એક નવી કોશિશને ભારતે નિષ્ફળ બનાવી હતી. ચીની સૈનિકો શા માટે ભારતની સરહદમાં ઘૂસવા માગતા હતા જે બાબતની પણ તપાસ કરવામાં આવી શકે છે.

ચીની સૈનિકો જે સિવિલ ડ્રેસમાં હતા, તેઓ સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા જેથી તેમના ઢોર ચરી શકે, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધ બાદ તેમણે પરત ફરવું જ પડ્યું. સ્થાનિકોએ આ વિષયમાં ITBP જવાનોને પણ સૂચિત કર્યા. આ ઘટના થોડા દિવસ પહેલાની છે.

વીડિયોથી માલુમ પડ્યું કે બે ચીની ગાડીઓ હતી જેમાં સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકોનું ગ્રુપ હતું, ચાંગથાંગમાં ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા હતા. જોકે, સ્થાનિકોના ભારે વિરોધના કારણે તેમણે પરત જવું પડ્યું. જોકે, ITBPજવાનોનો પણ તેમનો સામનો કરવા માટે એકશનમાં આવી ગયા હતા.

જોકે, સ્થાનિકોએ જણાવ્યું કે એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી.

લેહના ચાંગથાંગમાં મોટાભાગે તિબ્બતી શરણાર્થી જ રહે છે. ચાંગથાંગ રશપો વેલીમાં સમુદ્ર તટથી લગભગ ૧૪,૬૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

(10:07 am IST)