Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

શિરડી સાંઈબાબા મંદિરમાં ભકતોની સંખ્યામાં વધારોઃ હવે દર્શન માટે પ્રી-બૂકિંગ ફરજિયાત

શિરડી (મહારાષ્ટ્ર),તા.૨૧: કોરોના મહામારી વચ્ચે ફરીથી ખુલ્લા મુકાયેલા મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત શિરડીના પ્રખ્યાત સાંઈબાબા મંદિરમાં ભકતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. મંદિરમાં ભકતોની વધતી સંખ્યાને કારણે કોવિડ -૧૯ ગાઈડલાઈન્સનું પાલન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં મંદિરમાં દર્શનાર્થે આવતા ભકતો માટે શ્નઉંડજીક બુકિંગ' ફરજિયાત કરવામાં આવ્યું છે.

શિરડી સાંઈ બાબા મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળા વચ્ચે મંદિર દર્શન માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. આ પછી, શરૂઆતમાં દરરોજ આશરે ૬,૦૦૦ ભકતો આવતા હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધીને ૧૫,૦૦૦ થઈ ગઈ છે. જાહેર રજાના દિવસોમાં ભીડ વધી રહી છે.

અધિકારીએ કહ્યું કે, મંદિર હવે દરરોજ ૧૨,૦૦૦ જેટલા ભકતોને કોવિડ -૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે મંજૂરી આપી શકે છે. દર્શન દરમિયાન ભકતોમાં એક બીજાથી અંતર રાખવા પર વધુ ભાર મૂકવામાં આવશે. તેથી ભકતોએ હવે પ્રી-બુકિંગ કર્યા પછી જ આવવું જોઈએ અને તે માટે દર્શન પાસ ઓનલાઇન ઉપલબ્ધ છે.

મંદિર ટ્રસ્ટના અધિકારીએ કહ્યું કે, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી ઉપરના વૃદ્ઘોને કોરોના રોગચાળા દરમિયાન મંદિરની મુલાકાત લેવા આવવું જોઈએ નહીં.

(10:07 am IST)