Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટમાં ૨ મોતઃ બપોર સુધીમાં ૨૧ કેસ

શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૨૪ બેડ ખાલીઃ કુલ કેસનો આંક ૧૨,૮૬૧એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૧,૮૮૩ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૨.૫૪ ટકા થયો

રાજકોટ, તા.૨૧:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં   છેલ્લા  ચોવીસ કલાકમાં આજે ૨ મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં આજે -- કેસ નોંધાયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  ૨ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલ તા.૨૦નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૧ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૨૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્લામાં આજે નવા ૬ સહિત કુલ ૧૨૨ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૨૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૧ નવા કેસ સાથે કુલ ૧૨,૮૬૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે અને તે પૈકી ૧૧,૮૮૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૫૪ ટકા રિકવરી રેટ થયો

 ગઇકાલે કુલ ૨૭૦૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૮૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૯૫ ટકા થયોઃ જયારે ૧૧૮ દર્દીઓને સાજા થયાઃ

જયારે આજ દિન સુધીમાં ૫,૦૭,૪૬૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૮૮૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૫૩ ટકા થયો છે.

(2:53 pm IST)