Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બ્રિટનમાં નવા પ્રકારના કોરોનાથી ફેલાયેલા સંક્રમણથી હાહાકાર : ક્રિસમસ ઉજવણીના આયોજન પર પ્રતિબંધ

લંડન અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાગૂ: લોકોને ઘરની બહાર અન્ય વ્યક્તિઓને મળવા પર રોક

યુરોપના દેશ બ્રિટનમાં નવા પ્રકારના કોરોના વાયરસથી ફેલાયેલા સંક્રમણે હાંહાકાર મચાવી દીધો છે. અહીં સુધી કે બ્રિટન સરકારે સ્વીકાર્યુ હતું કે બ્રિટનમાં સ્થિતિ બેકાબૂ છે. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને લંડન અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાગૂ કર્યાનું એલાન કરતા પાંચ દિવસના ક્રિસમસ બબલ કાર્યક્રમને રદ કર્યો હતો. પહેલા અહીં ક્રિસમસની ઉજવણી માટે નિયમો હળવા કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવેની સ્થિતિને જોતાં બ્રિટન સરકારે કડક નિયમોના પાલન પર જોર આપ્યુ હતું.

 બોરિસ જોનસને કહ્યુ હતું કે રાજધાની અને દક્ષિણ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, પરંતુ નિયમોને વધુ કડક બનાવતા તેને ચોથી શ્રેણીમાં ફેરવવામાં આવે છે. જેમાં લોકોને ઘરની બહાર અન્ય વ્યક્તિઓને મળવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ પ્રતિબંધ ક્રિસમસ ટાણે પણ યથાવત રહેશે.

(12:00 am IST)