Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

નેધરલેન્ડ્સ પછી હવે ઇટાલીને કોરાના વાયરસના નવાપ્રકારનો ભય :બ્રિટનની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવશે

બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારની ઓળખ થતા પાંચ દિવસીય પ્રસ્તાવિત ક્રિસમસ બબલ કાર્યક્રમને રદ

રોમ : નેધરલેન્ડ્સ પછી ઇટાલીએ પણ દક્ષિણ ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના નવા પ્રકાર સામે આવ્યા પછી બ્રિટનથી આવનાર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ઇટાલીએ કહ્યું કે તે કોરોના વાયરસના નવા પ્રકારથી કારણે બ્રિટનની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવશે. આ પહેલા નેધરલેન્ડ્સે દક્ષિણ ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા પ્રકાર સામે આવ્યા પછી આ વર્ષના અંત સુધી બ્રિટનથી આવનાર ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી તેનો પ્રકોપ તેમની સરહદ સુધી પહોંચે નહીં.
નેધરલેન્ડ્સ દ્વારા લાગુ પ્રતિબંધ રવિવારે સવારથી પ્રભાવી થઈ ગયા છે અને સરકારે કહ્યું કે તે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન દ્વારા લંડન અને આસપાસના વિસ્તારો માટે ઉઠાવેલા સખત પગલા અંતર્ગત આ નિર્ણય કરાયો છે. નેધરલેન્ડ્સે કહ્યું કે તે બ્રિટનથી વાયરસના નવા રૂપને આવવાથી રોકવા માટે યૂરોપિય સંઘના  અન્ય દેશો સાથે વિભિન્ન સંભાવનાઓ પર ચર્ચા કરશે.
  બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારની ઓળખ થવા દરમિયાન પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પાંચ દિવસીય પ્રસ્તાવિત ક્રિસમસ બબલ કાર્યક્રમને ' રદ કરવાની જાહેરાત કરી છે. માનવામાં આવે છે કે કોરોના વાયરસનો નવો પ્રકાર ઘણો ઝડપથી દેશમાં સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર છે. પહેલા ક્રિસમસના કાર્યક્રમ માટે પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ હવે બ્રિટિશ પીએમને તેને સખત કરવાનો નિર્ણય કર્યો છે

(12:00 am IST)