Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બેંકનું ૨.૭૬ કરોડનું ફલેકું ફેરવનાર ૮ વર્ષ બાદ ઝડપાયો

પુત્રના બર્થ સર્ટિફિકેટના આધારે પકડાયો : ઘણી પ્રોપર્ટી ગિરવી રાખીને બેંક પાસેથી કરોડોની મેળવી હતી : ૨૦૧૨માં કોર્પોરેશન બેંકની ફરિયાદ મળી હતી

નવીદિલ્હી, તા. ૨૦ : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભુવનાશ ખરબંદા નામના એક શખસની ધરપકડ કરી છે. આરોપ છેકે ભુવનાશે નકલી ડોક્યુમેન્ટના આધારે એક બેંક સાથે ૨.૭૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. પોતાના દીકરાના બર્થ સર્ટિફિકેટના કારણે તે પોલીસના હાથમાં આવી ગયો. આર્થિક ગુના શાખાના જોઈન્ટ સીપી ઓપી મિશ્રાના કહેવા મુજબ, ૨૦૧૨માં કોર્પોરેશન બેંકની વસંત વિહાર બ્રાન્ચ તરફથી ભુવનાશ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ફરિયાદ મુજબ, ભુવનાશે પોતે પ્રોપર્ટી વેપારી હોવાનું જણાવતા કહ્યું હતું કે તે બી.કે એન્ટરપ્રાઈઝ લિમિટેડનો માલિક છે જેની ઓફિસ પટેલ નગરમાં છે.

ભુવનેશે ઘણી પ્રોપર્ટી ગિરવી રાખીને બેંક પાસેથી ૩૦૦ કરોડ રૂપિયાની લોન માગી હતી. બેંકે તેને ૨.૭૬ કરોડ રૂપિયાની લોન આપી પણ દીધી. પછી બાદમાં માલુમ પડ્યું ક ભુવનાશે લોન લેતા સમયે નકલી દસ્તાવેજ આપ્યા હતા. આટલું જ નહીં તેની સંપતિ પહેલાથી જ અન્ય બેંકોમાં ગિરવે મૂકેલી છે.

પોલીસે આ મામલે કેસ નોંધીની તપાસ શરૂ કરી દીધી પરંતુ ભુવનાશ ગાયબ થઈ ગયો. તપાસમાં જાણવા મળ્યું કે ભુવનાશે આ બે નંબરનું કામ પોતાના સસરા સંજય ભાટિયા અને સાસુ પાસેથી શીખ્યું હતું. પોલીસ મુજબ, ૨૦૧૯માં તેમને જાણકારી મળી હતી કે ભુવનાશ પિતા બન્યો છે. પોલીસે આખરે સ્ઝ્રડ્ઢ પાસેથી બાળકના બર્થ સર્ટિફિકેટના આધાર પર ભુવનાશનું એડ્રેસ મેળવી લીધું અને તે પકડાઈ ગયો. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

(12:00 am IST)