Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા બોમ્બે હાઇકોર્ટની મંજૂરી : શૈક્ષણિક હેતુ માટે ઈકોનોમિકલી વીકર સેક્શનને મળવાપાત્ર અનામતનો લાભ લઇ શકશે

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે.જે અંતર્ગત શૈક્ષણિક હેતુ માટે ઈકોનોમિકલી વીકર સેક્શનને મળવાપાત્ર અનામતનો લાભ તેઓ લઇ શકશે .

અલબત્ત આ માટે તેઓએ મરાઠા કોમમાંથી આવતા હોવાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે જે માટે મામલતદારે ખરાઈ કરીને આવું સર્ટિફિકેટ આપવું તેવી સૂચના પણ આપી છે.કારણકે મહારાષ્ટ્ર સરકારે 28 જુલાઈ 2020 ના રોજ પસાર કરેલ ઠરાવમાં મરાઠા કોમને આર્થિક અને સામાજિક રીતે પછાત ( SEBC )  તરીકે ગણવાની મંજૂરી આપી છે. અલબત્ત આ ઠરાવ મુજબ તેઓ EVS એટલેકે ઇકોનોમિક વીકર સેક્શન ઍટલેકે આર્થિક રીતે પછાત વર્ગને મળતા લાભો મેળવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદ મામલતદારે મરાઠા સ્ટુડન્ટ્સને આર્થિક અને સામાજિક રીતે પછાત તરીકે ગણાતા હોવાનું સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરતા શૈક્ષણિક ક્ષેત્રે એડમિશનમાં અનામતનો લાભ નહીં મળતા મરાઠા સ્ટુડન્ટ્સે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)