Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અમિતભાઈએકહ્યું- શિક્ષણ-સ્વાસ્થ્ય-વિકાસમાં બંગાળ પછાત અને રાજકીય હિંસા-ભ્રષ્ટાચારમાં નંબર વન

બંગાળની જનતા અમારો સહયોગ આપે. અમે એક વખત ફરીથી સોનાર બાંગ્લા બનાવવાની દિશામાં અભિયાન ચલાવીશું.

કોલકતા : પશ્ચિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે ગૃહમંત્રી અમિતભાઈ શાહે રવિવારે સાંજે વીરભૂમિમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી. શાહે ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડા પર હુમલાને લઈને તૃણમૂલને જવાબદારી ઠેરવી હતી. શાહે કહ્યું- ભાજપા અધ્યક્ષ પર હુમલો માત્ર ભાજપા અધ્યક્ષ પર થયો નથી, બંગાળના લોકતંત્ર પર હુમલો છે. આની જવાબદારી તૃણમૂળની સરકાર અને તેમના કાર્યકર્તાઓની છે. સત્તાનો અહંકાર માથે ચડી જાય છે ત્યારે આવી રીતની ઘટનાઓ ઘટે છે.

 શાહે કહ્યું – હું તૃણમૂળના બધા નેતાઓને જણાવવા માંગુ છું કે, તમે તે ભૂલમાં ના રહેતા કે, આવી રીતની ગતિવિધીઓથી ભાજપા રોકાશે કે તેના કાર્યકર્તા રોકાશે. આવી રીતે હિંસાનું વાતાવરણ બનાવશો તો ભાજપા વધારે ઉત્સાહથી પોતે બંગાળની અંદર મજબૂત થવાની કોશિશ કરશશે. ભાજપા હિંસાનો જવાબ લોકશાહી રીતે આપશે.

 

હિંસા પછી જે પ્રતિક્રિયા રાજ્યની મુખ્યા તરફથી આવી છે, તે આવવી જોઈએ નહીં. તૃણમૂળના નેતાઓના નિવેદન આનું સમર્થન કરવા લાગ્યા તે વધારે ચિંતાનો વિષય છે. બંગાળની અંદર રાજકીય હિંસા ચરમસીમા પર છે અને 300થી વધારે ભાજપા કાર્યકર્તાોના જીવ ગયા છે. આની તપામાં એક ઈંચ પણ પ્રોગ્રેસ થઈ નથી. ભ્રષ્ટાચાર પણ ચરમસીમા પર છે.

શાહે કહ્યું કે, કોરોનાકાળમાં મોદીજીએ નવ મહિના સુધી કોરોનાકાળમાં ગરીબો માટે ખાવાનું મોકલ્યું, તે બધી જ બોરીઓ ગાયબ થઈ ગઈ. આની જવાબદારી કોની છે. CAGની ઓડિટ કરવી પડે છે તો તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ જાય છે.

જ્યારે રાજનીતિમાં પરિવારવાદ ચાલે છે તો આવી ઘટનાઓ જ થાય છે. બંગાળમાં ભાજપાની તૈયારીનો જે અભિયાન છે, તે હેટળ બે દિવસથી બંગાળમાં છુ. તૃણમૂલ અને કોંગ્રેસના ઘણા બધા નેતા ભાજપામાં છું. શુભેન્દુ અધિકારી પણ ભાજપમાં આવ્યા છે. તેમનું સ્વાગત કરૂ છું. અમારી માનવું છે કે, અન્યાય વિરૂદ્ધ જ્યાં પણ સારા કાર્યકર્તા ભાજપને પોતાનું પ્લેટફોર્મ બનાવવા માંગે છે, તેમને ભાજપ જ્વાઈન કરી છે.

જ્યારે આપણે આઝાદ થયા ત્યારે દેશની જીડીપીનો એક તૃતીયાંશ ભાગ બંગાળનો હતો. ત્રણ દશકાના કોમ્યુનિસ્ટ અને એક દશકના તૃણમૂળ શાસનમાં આ ગ્રાફ સતત નીચે આવતો રહ્યો. ના કોંગ્રેસ વિકલ્પ છે અને ના તૃણમૂળ વિકલ્પ છે. બંગાળને આગળ લઈ જવું છે તો મોદીજીના પૂર્વ ઉદયના મિશન સાથે જ બંગાળની જનતા અમારો સહયોગ આપે. અમે એક વખત ફરીથી સોનાર બાંગ્લા બનાવવાની દિશામાં અભિયાન ચલાવીશું.

દેશની આઝાદીના સમયે ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં બંગાળની ભાગીદાર 30 ટકા હતી અને હવે 3.5 ટકા છે. મમતા જી જવાબ આપે. 27 ટકાથી 4 ટકા સુધી રોજગાર પહોંચી ગઈ છે. પ્રતિ વ્યક્તિ આવક 1960માં મહારાષ્ટ્રની પ્રતિ વ્યક્તિ આવકથી બેગણી હતી અને હવે મહારાષ્ટ્રથી પણ અડધી પણ રહી ગઈ નથી. કોણ જવાબદાર છે.

(12:00 am IST)