Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ખાંડ મિલમાં બોઇલર ફાટતા પાંચના મોત , અનેક દાજ્યા

બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરાઇ : બોઇલર ફાટ્યા બાદ અનેક લોકો હજુય કાટમાળ હેઠળ

ગોપાલગંજ,તા. ૨૧ : બિહારના ગોપાલગંજ જિલ્લામાં ખાંડ મિલમાં બોઇલર ફાટતા અનેક લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ પાંચ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ખુબ મોટી છે. ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. મિડિયા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગોપાલગંજ જિલ્લામાં સ્તિત સાસામુસા શુગર મિલમાં આ ઘટના બની હતી. બનાવ બન્યો ત્યારે ૧૦૦થી વધારે કર્મચારઓ કામ કરી રહ્યા હતા. ઓવર હિટિંગના કારણે આ બ્લાસ્ટ થયો હોવાના હેવાલ મળ્યા છે. અક્ષે નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં પહેલી નવેમ્બરના દિવસે રાયબરેલીમાં ઉંચાહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્લાન્ટમાં બોઇલર ફાટતા ૩૦ લોકોના મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ગુજરાતમાં પ્રચાર માટે એ વખતે રહેલા રાહુલ ગાંધીએ તરત જ યાત્રા ટુંકાવીને રાયબરેલી પહોંચી ગયા હતા. ટુંકા ગાળામાં જ આ પ્રકારની બીજી ઘટના બની છે. ગોપાલગંજમાં આજે થયેલી ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. કારણકે ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.

(12:26 pm IST)