Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

લગ્નમાં દુલ્હાએ મહેમાનો પર વરસાવ્યા ડોલર,રિયાલ અને મોબાઇલ ફોન

કરાંચી તા.૨૧: પાકિસ્તાનમાં એક દુલ્હાએ પોતાનાં લગ્ન યાદગાર બની રહે એ માટે મહેમાનો પર ડોલર,રિયાલ અને બ્રેન્ડેડ મોબાઇલ ફોનનો વરસાદ કર્યો હતો. મુલતાના શુઝાબાદ વિસ્તારમાં રહેતા મોહમ્મદ અર્શદના પંજાબ પ્રાંતના ખાનપુરમાં રહેતી એક મહિલા સાથે લગ્ન થયાં હતા. દુલ્હાનો પરિવાર દુલ્હનને ત્યાં પહોંચ્યો ત્યારે એણે ત્યાં હાજર મહેમાનો પર ડોલર, રિયાલ અને મોબાઇલ ફોનનો વરસાદ કરવાનું શરૂ કરી દીધું. એક વિડિયો-કિલપમાં દેખાય છે કે દુલ્હાનો પરિવાર મંચ પર ઊભો છે અને મહેમાનો પર ગિફટ ઉછાળે છે.

(1:36 pm IST)