Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ન્‍યુયોર્કમાં તાજેતરમાં હુમલાના બનાવ બનતાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફેમીલી ઇમીગ્રેશનની પ્રથાને નાબુદ કરવા કરેલી જોરદાર હાકલ : લોટરી વીઝા દ્વારા આવતા તમામ લોકો માટે આ પ્રથા ઇમીગ્રેશન સીસ્‍ટમમાંથી રદ કરવા જણાવ્‍યું : અમેરિકા દેશને સલામત રાખવો હોય તો ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમોમાં ક્રાંતિકારી સુધારાઓની હિમાયત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) બાંગ્‍લાદેશના રહેવાશીએ બોંબ વડે ધાતકી હુમલો કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ કૃત્‍યને વખોડી કાઢયું હતું કારણે બોંબ વડે હુમલો કરનાર શખ્‍સ બંગલા દેશનો રહીશ છે અને તે કૌટુમ્‍બીક આધારિત ઇમીગ્રેશનના કાયદા અન્‍વયે અમેરિકામાં આવ્‍યો હતો અને આપણે જો આપણા દેશની સલામતી સાચવવી હોય તો આ ઇમીગ્રેશનની ફેમીલી સાંકળને આપણે તાત્‍કાલીક અસરથી નાબુદ કરવી જોઇએ એવી તેમણે જોદાર રીતે માંગણી કરેલ છે.

તેમણે આ બનાવ બન્‍યા બાદ કોંગ્રેસના તમામ લોકોને કૌટુમ્‍બીક આધારિત જે તમામ સાંકળો છે તેને દૂર કરવા જણાવ્‍યું છે અને દિશામાં ઝડપી પગલાં ભરવા હાકલ કરી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર અકેડ ઉલ્લાહ મુળ બંગલાદેશનો રહીશ છે તેણે જણાવ્‍યું હતું કે તે પોતે ઇસ્‍લામીક સ્‍ટેટ પર આતંકી હુમલાથી અંજાઇ ગયો હતો. અને અમેરિકાએ વિશ્વમાં સિરિયા તેમજ અન્‍ય જગ્‍યાઓએ આ સ્‍ટેટ પર હુમલાઓ કરતા તેણે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસ અધિકારીઓએ આ હુમલાખોરોએ જે પાઇટ બોંબ બનાવ્‍યો તે તદૃન હલકા પ્રકારનો હતો અને આત્‍મઘાતી હુમલો કરવા માટે પોતાને વિટાળ્‍યો હતો પરંતુ આ બોંબ તેને નજીવી ઇજા કરી હતી. અને તેની સાથે સાથે તેની બાજુમાંથી પસાર થતા ત્રણ શખ્‍સોએ નજીવી ઇજા પહોંચી હતી. આ બનાવ ટાઇપ સ્‍કવેરના મેટ્રો સ્‍ટેશન નજીક બન્‍યો હતો.

ગુપ્તચર ખાતાના અધિકારીઓએ આ અંગે એક એવી જાહેરાત કરેલ કે ઇસ્‍લામીક સ્‍ટેટના કર્તાહર્તાઓએ એક એવો પ્રચાર શરૂ કર્યો હતો કે તેઓ ક્રીસમસની સીઝન દરમ્‍યાન આતંકવાદી હુમલાઓ કરશે અને આ બંગલાદેશીએ બે મહિનાના સમયગાળા બાદ ન્‍યુયોર્કમાં આ બીજી વખતનો આંતકી હુમલો કર્યો હતો.

ગયા ઓકટોબર માસની ૩૧ મી તારીખે ઉઝબેકીસનના રહીશે ન્‍યુયોર્કના વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટરના વિસ્‍તારમાં ચાલતા રાહદારીઓ પર એક ટ્રક ચઢાવી મારતા આઠ વ્‍યકિતઓને ઇજા થવા પામી હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ આ અંગે સ્‍પષ્‍ટ પણે જણાવ્‍યં હતું કે આ દેશમાં ફેમીલી સીસ્‍ટમ દ્વારા ગમે તેવા લોકો આ દેશમાં આવી જાય છે. અને અનેક પ્રકારના જોખમો પ્રજા માટે ઉભા કરે છે માટે ઇમીગ્રેશન ખાતાના નિયમોમાં સુધારા કરવા આવશ્‍યક છે એવું તેમણે વધારામાં જણાવ્‍યું હતું.

પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વિશ્વના આઠ દેશોમાંથી અત્રે આવતા લોકો પર પ્રતિબંધ મુકેલ છે. પરંતુ આ દેશની યાદીમાં બગબાદના તથા ઉઝબેકીસ્‍તાનના સમાવેશ કરવામાં આવેલ નથી.

ગયા ઓગસ્‍ટ માસ દરમ્‍યાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એક પ્રયોઝલ તૈયાર કરેલ હતી અને તેમાં ઇમીગ્રેશન ખાતાના હાલના નિયમો અનુસાર કૌટુમ્‍બીક સાંકળ તથા ગ્રીન કાર્ડ લોટરી સીસ્‍ટમને નાબુદ કરવા જણાવ્‍યું હતું કારણ કે આવા લોકો કોઇપણ પ્રકારની ઉચ્‍ચ લાયકાત ધરાવતા નથી. ઉઝબેકીસ્‍તાનમાંથી લોટરી સીસ્‍ટમ  દ્વારા આવેલ વ્‍યકિતએ ટ્રક દ્વારા આતંકી હુમલો કર્યો હતો જે આપણા સૌના માટે એક કમનસીબ બનાવ હતો.

બંગલાદેશી ઉલ્લાહ ર૦૧૧ની સાલમાં અમેરીકા આવ્‍યો હતો. તે હાલમાં ઇલેટ્રીશીય તરીકે કાર્ય કરતો હતો અને સાથે સાથે ડ્રાયવર પણ હતો. આ ધાતકી હુમલાનો બનાવ બન્‍યા બાદ પોલીસ અધિકારીઓએ વધુ પુરાવાઓ પ્રાપ્ત કરવા માટે અનેક સ્‍થળોએ શોધખોળ કરી તો તેના કુટુમ્‍બના માણસોએ એશીયન ઇસ્‍લામીક રીલેશન્‍સ કાઉન્‍સીલની સહાયની તેનો વિરોધ કર્યો હતો. આ અંગે જાણવા મળે છે તેમ કાયદાના અધિકારીઓના વ્‍યવહારને લઇને પરિવારના સભ્‍યોન રાજ થયા હતા અને તેમના નાના સંતાનોને અનેક પ્રકારનું સહન કરવાનો સમય આવ્‍યો હતો.

 

(3:59 pm IST)