Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અફઘાનિસ્તાનના કાબુલમાં અલગ-અલગ વિસ્તારોમાં પડયા ૧૪ રોકેટ, પ લોકોના મોત

અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય એ બતાવ્યું છે કે રાજધાની કાબુલમાં અલગ-અલગ જગ્યાઓ પર ૧૪ રોકેટ પડયા જેમાં પ લોકોના મોત થયા જયારે ર૧ લોકો ઘાયલ થયા સામે આવેલ તસ્વીરોમાં ઘણી કારો ક્ષતિગ્રસ્ત દેખાય છે ઘણા રોકેટ ગ્રીન ઝોનમાં પડયા જયાં ઘણા દુતાવાસ, ઓફિસ અને ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના કર્મચારીઓ રહે છે.

(11:17 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST