Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વિશ્વ કોરોના વાયરસ જેવી અન્ય મહામારીના કગાર પર : WHO

ધ્યાન નહીં રાખીએ તો સદીની મહેનત બેકાર જશે : વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ અંગે ચિંતા

જિનેવા, તા. ૨૧ : વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે કોરોના જેવી ખતરનાક તો નહીં પરંતુ તેના જેવી એક અન્ય વિકટ સમસ્યાના કગાર પણ આપણે ઊભા છીએ. ડબલ્યુએચઓ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આપણે નહીં સંભાળીએ તો મેડિકલ ક્ષેત્રની એક સદીની મહેનત બરબાદ થઈ જશે. ડબલ્યુએચઓએ વધી રહેલા એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ એવી સ્થિતિ છે જ્યારે કોઈ સંક્રમણ કે ઘાવ માટે બનાવવામાં આવેલી દવાની અસર ઓછી થઈ જાય છે. આનો સીધો મતલબ એવો થાય કે સંક્રમણ કે ઘાવ માટે જવાબદાર વિષાણુ તેના ખાત્મા માટે બનેલી દવાથી ઇમ્યુન થઈ રહ્યા છે. એટલે કે તેમના પર દવાની અસર નથી થઈ રહી. દવે સામે વિષાણુ પોતાને મજબૂત બનાવી લે છે.

ડબલ્યુએચઓએ કહ્યું કે એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ વધવું એક કોવિડ-૧૯ની જેમ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે આનાથી આરોગ્ય ક્ષેત્રે એક સદીની મહેનત બેકાર થઈ શકે છે.

ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટ્રેડોસ અધાનોમ ધેબ્રેસસે આને આપણા સમયના સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરામાંનું એક ગણાવ્યું હતું. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ત્યારે થાય છે જ્યારે બીમારી ફેલાવતા વિષાણુ વર્તમાન દવા સામે ઇમ્યુન થઈ જાય છે, જેમાં એન્ટિબાયોટિક, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ સારવાર સામેલ છે. જે સામાન્ય ઈજા અને સામાન્ય સંક્રમણને પણ ઘાતક રૂપમાં બદલી શકે છે.

ટેડ્રોસે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, *મનુષ્યો અને કૃષિ કામ સાથે જોડાયેલા પશુઓમાં પણ આવી દવાઓના વધારે ઉપયોગને કારણે તાજેતરના વર્ષોમાં રેજિસ્ટન્સ વધ્યું છે. એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ભલે એક મહામારી લાગે પરંતુ તે એટલી ખતરનાક છે. મેડિકલ પ્રગતિની એક સદીની મહેનતને ખતમ કરશે. અનેક સંક્રમણની સારવાર શક્ય નહીં બને, જે આજકાલ સરળતાથી થઈ રહી છે.

ડબલ્યુએચઓએ કહ્યુ કે, એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટન્સ ખાદ્ય સુરક્ષા, આર્થિક વિકાસ અને રોગોથી લડવાની ક્ષમતાને ખતરામાં નાખી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યુ કે રેજિસ્ટન્સને કારણે સ્વાસ્થ્ય દેખરેખના ખર્ચમાં વધારો, હૉસ્પિટલમાં લોકોની વધારે સંખ્યા, સારવારમાં ઘટાડો, ગંભીર બીમારી અને વધારે મોત થયા છે.

(7:41 pm IST)