Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અદાણીની છ કંપનીનું માર્કેટકેપ ૨૭ અબજ ડોલર વધી ગઈ

કમાણી મામલે ગૌત્તમ અદાણી મુકેશ અંબાણીથી આગળ : અદાણી વેલ્થ ક્રિએટરની યાદીમાં સ્ટીવ વામર, લેરી પેજ અને બિલ ગેટ્સથી આગળ નિકળીને નવમા સ્થાન ઉપર

નવી દિલ્હી, તા. ૨૧ : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી  કમાણીના મામલે ડંકો વગાડી રહ્યાં છે. વર્ષે ગૌતમ અદાણીની ખાનગી સંપત્તિ તેમના સમકાલીન ઉદ્યોગપતિઓની સરખામણીમાં સૌથી વધારે ઝડપથી વધી છે. અદાણી ગૃપના માર્કેટ કેપિટલાઈજેશનમાં સૌથી વધુ વધારો થયો છે. ગૌતમ અદાણીની એક વર્ષની કમાણીની સરખામણીમાં એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે.

અદાણીની સંપત્તિ વર્ષ ૨૦૨૦માં ૧૯. અબજ ડોલરથી વધીને ૩૦ અબજ ડોલર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી તેમની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨૭ અબજ ડોલર એટલે કે, . લાખ કરોડ રૂપિયા વધી ગયુ છે. અદાણી વેલ્થ ક્રિએટરની યાદીમાં ૯માં સ્થાન પર પહોંચી ગયા છે. સ્ટીવ વામર, લેરી પેજ અને બિલ ગેટ્સ તેમની પાછળ છે.

બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, વર્ષના શરૂના સાડા દસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ .૪૧ લાખ કરોડ રૂ. (૧૯. અબજ ડોલર) વધી છે. એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ ૪૪૯ કરોડ રૂ.ની વૃદ્ધિ થઇ જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ .૨૧ લાખ કરોડ રૂ. (૧૬. અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ ૩૮૫ કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લૂમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં ૯મા ક્રમે છે. ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે. જોકે, કુલ સંપત્તિ મામલે અંબાણી ૧૦મા જ્યારે અદાણી ૪૦મા સ્થાને છે.

હાલમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિ .૨૫ લાખ કરોડ રૂ. (૩૦. અબજ ડોલર) છે. તેઓ ઇન્ડેક્સમાં ૪૦મા ક્રમે છે જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ .૨૧ લાખ કરોડ રૂ.ની વૃદ્ધિ સાથે .૫૫ લાખ કરોડ રૂ. (૭૫ અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં તેઓ વિશ્વના ૧૦મા સૌથી ધનિક વ્યક્તિ છે. વર્ષે વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ટેસ્લાના ઇલોન મસ્કની વધી છે. તેમની સંપત્તિ .૦૩ લાખ કરોડ રૂ. (૯૫ અબજ ડોલર) વધીને .૧૦ લાખ કરોડ રૂ. (૧૨૩ અબજ ડોલર) થઇ ગઇ છે. ઇન્ડેક્સમાં અમેઝોનના જેફ બેઝોસ ૧૩.૬૧ લાખ કરોડ રૂ. (૧૮૪ અબજ ડોલર)ની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે અદાણીએ ૧૯૮૮માં ૩૨ વર્ષની ઉંમરે કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી.

અદાણીની સંપત્તિ તેમની કંપનીના શેરમાં જબરદસ્ત વૃદ્ધિના કારણે વધી છે. શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન છે. દાણી ગ્રીનનો શેર ૨૦૨૦માં ૧૦૪૯% વધી ચૂક્યો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર ૧૦૩% અને ૮૫%ની ઊંચાઇને આંબી ગયા છે. જ્યારે ટ્રાન્સમિશન અને પોર્ટ્સ અનુક્રમે ૩૮% અને % વધી ચૂક્યા છે. જોકે, અદાણી પાવરમાં ૩૮%નો ઘટાડો નોંધાયો છે.

(7:36 pm IST)