Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અલ-કાયદાના ચીફ અલ-જવાહીરીનું મોત

અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત પ્રાકૃતિક કારણોથી થયાનો ખુલાસો

નવી દિલ્હી,તા. ૨૧: આતંકી સંગઠન અલ-કાયદાના ચીફ અલ જવાહીરીનું મોત થયું છે. અરબ ન્યૂઝના અહેવાલથી મળી રહેલા સમાચારો અનુસાર અલ જવાહીરીનું અફગાનિસ્તાનમાં મોત થયું છે. રિપોર્ટ અનુસાર તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું છે. જવાહીરી છેલ્લી વખત આ વર્ષે ૯/૧૧ના હુમલાની વરસી પર જારી કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળ્યો હતો.

જો કે, તમને જણાવી દઇ કે, અલ-કાયદા એક મોટું આતંકી સંગઠન છે જેની કમાન કયારે આતંકી ઓસામા બિન લાદેનના હાથમાં હતી. વર્ષ ૨૦૧૧માં ઓસામા બિન લાદેશના મોત બાદ આ સંગઠનની દેખરેખ અલ-જવાહીરીની નિગરાનીમાં ચાલી રહી હતી. જો કે, આતંકી સંગઠન અલ કાયદાએ હજુ સુધી આ સમાચારોની કોઈ પુષ્ટિ કરી નથી.

અલ-જવાહીરીના આ સમાચાર એવા સમયે આવ્યા છે જયારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પ્રથમ વખત આફગાનિસ્તાનના પ્રવાસ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારના અફગાનિસ્તાના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે કાબુલમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્રિવપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ આ ઉપરાંત અફગાન શાંતિ કરાર પર પણ ચર્ચા કરી હતી.

(9:42 am IST)