Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કેનેડાની ટ્રૂડો સરકારમાં પ્રથમ હિંદુ મંત્રી બન્યા અનીતા આનંદ

નવી કેબિનેટમાં સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રીનું પદ અપાયું

નવી દિલ્હી : કેનેડામાં નવી સરકાર આવી છે અને ત્યાં પણ ભારતીય મૂળના લોકોનો દબદબો જોવા મળી રહ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુંડોએ પોતાના નવા કેબિનેટની જાહેરાત કરી. છે  કેબિનેટમાં ભારતીય મુળની અનીતા આનંદને પણ સામેલ કરવામાં આવ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં સ્થાન પામનારી અનીતા આનંદ પહેલી ભારતીય હિંદુ છે. જો કે અનીતા એકલી નથી જેને કેનેડાની નવી સરકારમાં સમાવિષ્ટ કરવામાં આવી હોય.

   અનીતા આનંદને કેનેડાની નવી કેબિનેટમાં સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. ટોરંટો વિદ્યાલયમાં કાયદાની પ્રોફેસર તરીકે પણ અનીતા આનંદે સેવા આપી છે. તેમના દિવંગત માતા પંજાબના અમૃતસર શહેરથી છે. ઉપરાંત તેમના પિતા તમિલીયન છે. તે ઓકવિલે ક્ષેત્રમાં ભારતીય કેનેડાના લોકો સાથે જોડાયેલી છે અને તે ચાર બાળકોના માતા પણ છે.

(12:27 am IST)