Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ત્રણ વર્ષમાં પીએમ મોદીના વિદેશ યાત્રા માટે ચાર્ટર ઉડાન ઉપર 255 કરોડથી વધુ ખર્ચાયા

2019-20ના માટે બીલ હજુ સુધી મળ્યુ નથી :રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો

 

નવી દિલ્હી : રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને એક પ્રશ્નનો લેખિત જવાબમાં માહિતી આપી કે, વડાપ્રધાન મોદીના છેલ્લા 3 વર્ષમાં થયેલા વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ઉડાન પર 255 કરોડ રૂપિયાથી વધારે ખર્ચાયા છે.

વી. મુરલીધરને જણાવ્યું કે,પીએમ મોદીની વિદેશ યાત્રા માટે ચાર્ટર્ડ ઉડાન પર 2016-17માં 76.27 કરોડ રૂપિયા તથા 2017-18માં 99.32 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા માટે ચાર્ટર્ડ ઉડાન પર 2018-19માં 79.91 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. 2019-20ના માટે બીલ હજુ સુધી મળ્યુ નથી

(11:38 pm IST)