Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ઓ બાપ રે :મધ્યપ્રદેશમાં પતિ-પત્નીના ઝઘડામાં સસરા અને સાળાએ કાપી નાખ્યું જમાઈનું ગુપ્તાંગ

સસરા અને સાળા અને પાંચ અન્ય લોકોએ સાથે મળીને હુમલો કરી ગુપ્તાંગ કાપી ફરાર

 

ભોપાલ : મધ્યપ્રદેશમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ધરમુપ પોલીસ સ્ટેશન વિસ્તારના પુખરા ગામમાં રહેનાર એક યુવકનું સસરા અને સાળાઓએ ભેગા મળીને ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ  ખસેડવમાં આવ્યો હતો. યુવકને અજયગઢ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલ પન્નામાં રિફર કરાયો હતો.

 

  અંગેની વિગત મુજબ પુખરા ગામમાં એક યુવકના લગ્ન બે વર્ષ પહેલા રામનાપુરવા ગામમાં થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થવાના શરૂ થયા હતા. ઝઘડાઓ વધતા પત્ની પોતાના પિયર ચાલી ગઈ હતી. નવવિવાહિત દંપતી એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડા  બાદ ગામમાં અલગ અલગ વાતો થવા લાગી હતી.

જ્યારે યુવક પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેના સસરા, સાળા અને અન્ય લોકો ખેતરમાં આવ્યા હતા. તમામ લોકોએ અચાનક હુમલો કરી દીધો હતો. યુવક કંઈક સમજે પહેલા તમામ લોકોએ ભેગા મળીને યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થયા હતા.
ઘાયલ યુવકે 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ વાહનમાં તેને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર કર્યાબાદ પન્નાની જિલ્લા હોસ્પિટલ રિફર કરાયો હતો.

યુવકના પિતાનું કહેવું છે કે, તેના પુત્ર ઉપર તેના સસરા અને સાળા અને પાંચ અન્ય લોકોએ સાથે મળીને હુમલો કર્યો હતો. પોલીસે અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.

(11:26 pm IST)