Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં હવે નહીં દાખલ કરીએ રિવ્યૂ પિટિશન: જમીયત ઉલેમા-એ-હિંદ

નેશનલ વર્કિંગ કમિટીએ દિલ્હીમાં બેઠકમાં પ્રસ્તાવ પાસ કર્યો

 

નવી દિલ્હી : અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે વિવાદિત 2.77 એકર જમીન પર રામ જન્મભૂમિ ન્યાસને માલિકીનો હક દેવાનો આદેશ સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અયોધ્યા મામલે રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો જમીયત ઉલેમા--હિંદે નિર્ણય કર્યો છે

અયોધ્યાના જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ જમીયત-ઉલેમા--હિંદ રિવ્યૂ પિટિશન નહીં દાખલ કરે. ગુરૂવારે જમીયતની એક બેઠકમાં આને લઇને પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.

જમીયતના અઝીમુલ્લાહ સિદ્દીકીએ જણાવ્યું કે અમે બાબરી મસ્જિદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જમીયત-ઉલેમા- હિંદની નેશનલ વર્કિંગ કમિટીએ દિલ્હીમાં થયેલ એક બેઠકમાં આને લઇને પ્રસ્તાવ પાસ કર્યો છે.

(11:16 pm IST)