Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કાશ્મીરમાં આતંકવાદીઓ પર EDની આકરી કાર્યવાહી : 7 આતંકીઓની 1.22 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

હિઝબુલ મુઝાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદીન વિરૂદ્ધ ટેરર ફંડિગના મામલામાં કાર્યવાહી

 

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરતા 7 આતંકીઓની 1.22 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની આતંકી અને વૈશ્વિક રૂપે પ્રતિબંધીત સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદીન વિરૂદ્ધ ટેરર ફંડિગના મામલામાં કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) આતંકીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી હતી, ત્યારબાદ ઈડીએ મની લોન્ડ્રિંગ હેઠળ આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ઈડીએ અગાઉ પી એમએએલ અંતર્ગત 13 પ્રકારની સંપત્તિ જપ્ત કરી હતી. ઈડીના જણાવ્યા પ્રામણે સંપત્તિ ત્રણેય જીલ્લા અનંતનાગ, બાંદીપોરા અને બારામુલ્લામાં આવેલી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ તથા કાશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યાના ત્રણ મહિના બાદ ઈડીએ આતંક- ધિરાણના સંબંધમાં હિઝબુલ મુજાહિદ્દીન (એચયૂએમ)ના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન અને અન્યની સંડોવણીના મામલામાં સાત સંપત્તિઓને પોતાના કબજામાં કરી લીધી છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તમામ સાત સંપત્તિઓને મામલાની પહેલા જપ્ત કરવામાં આવી હતી.

 

(10:55 pm IST)