Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ધોરાજીમાં સરકારને જગાડવા અને પાક વિમા મુદ્દે મહેશભાઈ હિરપરા એ વાડીમાં સમાધિ લઈને નવતર વિરોધ કાર્યક્રમ : આખું શરીર ખાડામાં અને ફક્ત માથું બહાર રાખી વિરોધ વ્યક્ત કર્યો

 કિશોર રાઠોડ દ્વારા ધોરાજી :રાજકોટ જીલ્લાના ધોરાજી માં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસ નો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે મહેશભાઈ હિરપરા એસમાધિ લેવાં નો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવાં વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવાયુ હતું 

તથા ત્યાર બાદ પણ અન્ય આગેવાનો ખેડૂત અગ્રણી દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં છતાં ૭૦૦ રૂપિયા ની પાક નિષ્ફળ જતાં પેકેજ જાહેરાત કરી હતી પણ અત્યાર સુધી સરકારે કરેલ જાહેરાત નું અમલીકરણ થયું નથી અને ખેડૂતો સુધી રાહત પેકેજ મળ્યું નથી ત્યારે ધોરાજી નાં અન્ય એક ખેડૂતે સોયાબીન નું વાવેતર કર્યુ હતું દસ વીઘા માં વાવેતર કરેલ જે કમોસમી વરસાદ અને વાવાઝોડાં ને કારણે પાક નિષ્ફળ ગયેલ એક વીઘે વાવેતર નો ખર્ચ ૧૨૦૦૦ હજાર નો ખર્ચ થાય અત્યારે લાખો રૂપિયા નો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે 

હવે નવું વાવેતર માટે ખેડૂત પાસે રૂપિયા રહયાં નથી જેથી પાક વિમો મુદ્દે અને સરકાર દ્વારા રાહત પેકેજ જે જાહેર કરેલ છે તાત્કાલીક ખેડૂતો ને આપવામા આવે જેથી શિયાળું પાક લેવાં માટે ખેડૂતો ને રાહત રહે જેથી સરકાર ને ધંઢરવા માટે અને સરકાર સુધી વાત અને માંગણી ને લઈને આજરોજ ધોરાજી નાં ખેડૂતે પોતાના વાડી ખેડૂત માં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો અને ૧૦૦ ટકા વિમો તાત્કાલિક ખેડૂતો ને મળે તેવી માંગ કરી હતી અને વાડી ખેતરોમાં સમાધિ લેવાં નો કાર્યક્રમ કર્યો હતો .તેમ મહેશભાઈ  , પંકજ ભાઈ હિરપરા ,અરવિંદ ભાઈ  વિક્રમ ભાઈ જણાવ્યું હતું

(8:38 pm IST)