Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતનાં ચાંદીપુરથી સિંગાપુર કરશે મિસાઇલોનું પરીક્ષણ

અન્ય દેશ માટે ચાંદીપૂરના દરવાજા ખુલ્યા હોય તેવી પ્રથમ ઘટના : બંને દેશો વચ્ચેના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી : ભારત અને સિંગાપુરે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.જેમાં સિંગાપોર માટે ઓડિસાનાં ચાંદીપુર પરીક્ષણ કેન્દ્રમાં સ્પાઇડર હવાઇ ડિફેન્સ સિસ્ટમ જેવી કે મિસાઇલનું પરીક્ષણ કરવાનો માર્ગ ખુલી જશે.

સિંગાપુરમાં  આયોજીત ભારત-સિંગાપુરનાં સંરક્ષણ પ્રધાનો વચ્ચે ચોથી વખત બેઠક યોજાઇ હતી અને તે દરમિયાન બંને દેશ વચ્ચે સમજુતી થઇ હતી.

તેની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સિંગાપુરનાં તેમના સમકક્ષ ડો.ન્ગ ઇઁગ પેને કરી હતી.આવુ પ્રથમ વખત બનશે છે કે જ્યારે કોઇ અન્ય દેશ માટે ભારત ચાંદીપુર પરીક્ષણ રેંજનાં દરવાજા ખોલશે.

સિંગાપુરનાં સંરક્ષણ પ્રધાન ઇંગ હેને કહ્યું કે નાનો દેશ હોવાના કારણે જમીનથી જમીન પર પ્રહાર કરવાવાળી સ્પાઇડર ગ્રાઉન્ડ ડિફેન્સ જેવી મિસાઇલોને સિંગાપુરથી છોડવી અશક્ય છે.

ડો.ઇંગ હેને આગળ કહ્યું કે 'આ માટે જ અમે આ પ્રકારની સુવિધા આપવા માટે ભારતના આભારી છિએ.ભારત એક મોટો દેશ છે જ્યાં વિશાળ ભૂભાગ છે અને આ એક મોટી પહેલ છે.અમે આ સુવિધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી છું.

ડિફેન્સ એન્ડ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન(DRDO)નાં જણાવ્યા અનુસાર રોકેટો,મિસાઇલો,અને હવામાંથી હવામાં પ્રહાર કરનારી હથિયાર પ્રણાલીનાં પ્રદર્શનનાં આંકલનનાં હેતું થી એક વિશ્વસનિય પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તેની સ્થાપના કરવામાં આવી છે.

રાજનાથ સિંહે સિંગાપુરનાં સંરક્ષણ પ્રધાન સાથે વ્યાપક વાતચીત કરી હતી ત્યાર બાદ બંને પ્રધાનોએ સિંગાપોર દ્વારા ઓડિસાનાં ચાંદીપુર પરીક્ષણ રેંજનાં ઉપયોગ કરવા અને માનવીય સહાયતા અને હોનારત રાહત સહયોગ પર સમજુતી કરારનું આદાન પ્રદાન કર્યુ હતું.

(8:28 pm IST)