Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

સુપ્રિમ કોર્ટના આદેશના ૪ વર્ષ પછી

અંતે રિઝર્વ બેંકે જારી કર્યા ૩૦ મોટા ડિફોલ્ટરોના નામ : ૫૦,૦૦૦ કરોડના બાકી લેણા છે તેમની પાસે

૫૦૪૪ કરોડની બાકી સાથે ગીતાંજલિ જેમ્સ ટોચ પર : ડાયમંડ પાવર ઇન્ફ્રા ૮૬૯ કરોડના દેવા સાથે તળિયે

નવી દિલ્હી,તા.૨૧: આરબીઆઇએ અંતે સુપ્રીમકોર્ટના આદેશમાં ચાર વર્ષ બાદ એવી બેંક ડિફોલ્ડરોની માહિતી જાહેર કરી છે જેણે જાણી જોઇને બેંકોની લોન ચુકવી નથી. તેમાથી કેટલાક તો દેશ છોડીને ફરાર થઇ ચુકયા છે. આરબીઆઇએ ' ધ વાયર 'ને સુચનાના અધિકાર હેઠળ મગાવવામાં આવેલી જાણકારીમાં ૩૦ મોટા બેંક ડિફોલ્ટરોની માહિતી આપી છે.

જો ૨૦૧૯માં દાખલ આરટીઆઇ અરજીના જવાબ માં રીઝર્વ બેંકે ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી ૩૦ મોટા ડિફલ્ટરોની જાણકારી આપી છે આ ૩૦ કંપનીઓ પાસે કુલ ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ લેણુ છે. તેમાં હિરા કારોબારી મેહુલ ચોકસી અને નીરવ મોદીની કંપનીઓના નામ પણ છે.

શિબિલ ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૧૧ હજાર કંપનીઓ પાસે કુલ ૧.૬૧ લાખ કરોડથી વધુ ની રકમ બાકી છે. આરબીઆઇ દ્વારા જાહેર વિલફુલ ડિફોલ્ટરનો ડેટા કેન્દ્રીય કૃત બેંકિંગ પ્રણાલી ડેટાબેઝ માંથી આવે છે. જેને સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઇન્ફોરમેશન ઓન લાર્જ ક્રેડિટ્સ કહેવામાં આવે છે તે પાંચ કરોડથી ઉપરથી ઉધારી આપનારા દરેક ઉધારકર્તાઓની ક્રેડિટ જાણકારીનો એક કેન્દ્રીયકૃત કરી છે

રીઝર્વ બેંકે ૩૦ ડિફોલ્ટર કંપનીઓની લિસ્ટ અને તેના પર બાકી રહેલી રકમની જાણકારી આપી છે. પરંતુએ જણાવ્યું નથી કે કેટલી રકમ બેડ લાભ છે આરબીઆઇના લિસ્ટ મુજબ ગીતાંજલિ જેમ્સ ૫૦૪૪ કરોડની રકમની સાથે સૌથી ઉપર છે. જ્યારે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર ૮૬૯ કરોડ રૂપિયાની સાથે અંતિમ સ્થિતિ પર છે ગીતાંજલિ જેમ્સ ઉપરાંત લિસ્ટમાં રોટોમાં ગ્લોબલ ઝુમ ડેવલોપર્સ, ડેકકન ક્રોનિકલ હોલ્ડિંગ્સ, વિનસન ડાયમંડ, આરઇઆઇ એગ્રો સિધ્ધિ વિનાયક લોજીસ્ટકી અને કુડોસ કેમીના નામ પણ સામેલ છે.

વિલકુલ ડિફોલ્ડર લિસ્ટમાં અનેક કંપનીઓના નામ પણ સામેલ છે . જો કે પે સ્પક્ષ્ટ નથી કે તેના પ્રમોટરો તરફથી કોઇ પણ ખોટુ કામ કરવામાં આવ્યું છે કે નહીં આવી કંપનીમાં એબીસી શિપયાર્ડ, એસકુમારી નેશન વાઇડ અને કેએસ ઓલ્સ લિમિટેડ સામેલ છે.

(3:43 pm IST)